મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ સાથી પક્ષોની ભવ્ય જીત અને ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર ભાજપના વિજયની ઉજવણી કરાઇ હતી. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતેના લુણેશ્વર ચાર રસ્તા પાસે કાર્યકરોએ ઢોલ નગારાના તાલે ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવી ભાજપના ભવ્ય વિજયને વધાવ્યો હતો. આ ઉજવણી કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી સીમાબેન મોહિલે, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા, જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય જીજ્ઞેશ સેવક સહિત કાર્યકરો જોડાયા હતા.