ગુજરાતની સૌથી ચર્ચાસ્પદ વાવ વિધાનસભા બેઠક સહિત મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે. જેમાં મહારાષ્ટ્રમાં અને વાવ સહિતમાં BJPના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શનિવારે મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણીની તમામ બેઠકોના પરિણામ જાહેર થયા બાદ સાંજે વલસાડના અબ્રામા ખાતે આવેલા વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સામાન્ય ચૂંટણીઓમાં વિજેતા થયેલા તમામ ઉમેદવારોનો વિજય ઉત્સવ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રની 6 બેઠકની જવાબદારી વલસાડના સાંસદ ધવલ પટેલને સેપવામાં આવી હતી. જે તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોની ભવ્ય જીતને વધાવવા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પટેલ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ સહિત જિલ્લા ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવેલા BJPના તમામ ઉમેદવારોની જીત વધાવી લેવામાં આવી હતી.