બોટાદ જિલ્લામાં આજે મહારાષ્ટ્ર ચૂંટણી અને ઉત્તર પ્રદેશ અને વાવની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આતસબાજી યોજી વિજયના જય ઘોષને વધાવ્યો હતો. બોટાદ જિલ્લામાં આજે બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઢડા રોડ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ મયુર પટેલની આગેવાનીમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમારના પ્રતિનિધિ પાલજી પરમાર તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થઈ મહારાષ્ટ્રમાં ભાજપનો પ્રચંડ બહુત મળતા, તેમજ ઉત્તરપ્રદેશની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારોનો વિજય થતા અને ગુજરાતની વાવ પેટા ચૂંટણીમાં પણ કમળ ખીલતા સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને બોટાદમાં કાર્યકરોએ આતસબાજી યોજી વિજયને વધાવી લીધો હતો.