IPL 2025નું મેગા ઓક્શન 24 (આજે) અને 25 (આવતીકાલે) નવેમ્બરે થશે. આ ઇવેન્ટ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. ઓક્શનમાં 577 ખેલાડીઓ છે, જોકે 10 ટીમમાં માત્ર 204 ખેલાડીઓની જ જગ્યા ખાલી છે. રિષભ પંત, કેએલ રાહુલ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામો પણ ઓક્શનમાં પ્રવેશ કરશે, જેના માટે ટીમ 20 થી 30 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. છેલ્લા ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો રહ્યો હતો. તેને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટાર્ક પણ આ વખતે ઓક્શનમાં હશે. તેની સાથે અર્શદીપ સિંહ, સેમ કરન અને મોહમ્મદ શમી જેવા બોલરોને પણ 15 થી 20 કરોડ રૂપિયાની બોલી લાગી શકે છે. ક્યારેય મેગા ઓક્શનમાં 16 કરોડની બિડ લાગી નથી IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ મિની ઓક્શનમાં જ આવ્યા હતા. ટુર્નામેન્ટના ઈતિહાસમાં 5 મેગા ઓક્શન થયા છે અને બિડ ક્યારેય 16 કરોડ રૂપિયાને સ્પર્શી નથી. ઈશાન કિશનને 2022માં 15.25 કરોડ રૂપિયામાં અને ગૌતમ ગંભીરને 2011માં 14.9 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. બંને મેગા ઓક્શનના સૌથી મોંઘા ખેલાડી છે. આ સિવાય બાકીની 3 મેગા ઓક્શનમાં સૌથી વધુ બોલી માત્ર 12 અને 14 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. ટૉપ-5 ખેલાડીઓ, જેઓ મેગા ઓક્શનમાં સુપરસ્ટાર બની શકે છે… 1. રિષભ પંતઃ 30 કરોડનો બેરિયર તોડી શકે 2. અર્શદીપ સિંહઃ સૌથી મોંઘો બોલર બની શકે 3. જોસ બટલર: સૌથી મોંઘો વિદેશી બની શકે 4. ગ્લેન મેક્સવેલ: જ્યારે પણ ઓક્શનમાં પ્રવેશ્યો, ત્યારે તેને વધુ કિંમત મળી 5. કેએલ રાહુલઃ મુંબઈ-ગુજરાત કરોડો વરસાવી શકે છે ઓક્શનમાં શ્રેયસ-સ્ટાર્ક સરપ્રાઈઝ કરી શકે છે શ્રેયસ અય્યર: કેપ્ટનશિપમાં કોલકાતા 10 વર્ષે ચેમ્પિયન બન્યું મિચેલ સ્ટાર્કઃ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ગ્રાફિક્સઃ કુણાલ શર્મા