આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારે, ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં બહુમત મેળવ્યો છે. ત્યારે આખા દેશમાં મહારાષ્ટ્રમાં જીત થવા બદલ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ આખા દેશમાં વિજય ઉત્સવ મનાવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી ખાતેના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે જઈને લોકોને જીતની વધાઈઓ આપી હતી અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે આખા ગુજરાતમાં અને આણંદ જિલ્લાના ખંભાત ખાતે સરદાર ટાવર પાસે ખંભાત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડી દારૂખાનું ફોડી અને મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. આ વિજય ક્ષમા ખંભાત શહેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ ખંભાત શહેર પ્રમુખ પિનાકીન બ્રહ્મભટ્ટ, તાલુકા સંગઠનના પ્રમુખ સાગર પટેલ, ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર તેમજ નગરપાલિકાના કાઉન્સિલરો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.