શનિવારે SFA ચેમ્પિયનશિપના અમદાવાદના ચોથા દિવસે સ્કેટિંગમાં ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલની કિમાયા સિંઘે અંડર-9 200 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે DPS બોપલના અયાંશ રાવતે અંડર-7 બોય્ઝમાં 400 મીટર ક્વાડ્સમાં ગોલ્ડ જીત્યો હતો. અંડર-9 ફાઈનલમાં કિમાયા સિંઘે ગોલ્ડ જીત્યો હતો. તો ઝેબાર સ્કૂલ ફોર ચિલ્ડ્રનની શ્રેયા પટેલે સિલ્વર અને આનંદ નિકેતન સ્કૂલની ઈકામ વડારે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. શુક્રવારની રમતમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, ટેનિસ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને બેડમિન્ટનની રમતો પણ સામેલ હતી.
તેમાં DPS ગાંધીનગરની અંડર-18 બોય્ઝ બાસ્કેટબોલ ટીમે આર્મી પબ્લિક સ્કૂલને ફાઈનલમાં હરાવી ગોલ્ડ જીત્યો હતો. જ્યારે આ રિપોર્ટ લખાયો ત્યાં સુધીમાં ઉદગમ સ્કૂલ ઓફ ચિલ્ડ્રન, થલતેજ મેડલ ટેલીમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ સાથે ટોચના સ્થાને હતી.