બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 220 રનની લીડ મેળવી લીધી છે. રવિવારે મેચનો ત્રીજો દિવસ છે. પ્રથમ સેશનમાં ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ અણનમ છે. બંનેએ 170+ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. ટીમ ઈન્ડિયાએ સવારે 172 રનના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. જયસ્વાલે 90 રન બનાવ્યા અને કેએલ રાહુલે 62 રન બનાવી દાવ આગળ વધાર્યો. આ પહેલા ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ રીતે ભારતને પહેલી ઇનિંગને આધારે 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.