back to top
Homeગુજરાતહરિગીરીએ વિરોધ વચ્ચે પ્રેમગીરીની ચાદર વિધિ કરી હતી:પ્રેમગીરી પર તેમના જ શિષ્યે...

હરિગીરીએ વિરોધ વચ્ચે પ્રેમગીરીની ચાદર વિધિ કરી હતી:પ્રેમગીરી પર તેમના જ શિષ્યે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો આરોપ મૂકતાં

ગિરનાર પર અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજીના દેહવિલય બાદ અંબાજી મંદિરના મહંતપદનો વિવાદ વકર્યો છે. તનસુખગીરીજીની સમાધી પાસે ધૂળલોટની વિધી વખતે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી અને ભવનાથ મંદિરના મહંત હરિગીરીઅે તનસુખગીરીજીના પરિવારજનો અને સેવકોના ઉગ્ર વિરોધ વચ્ચે જૂના અખાડાના પ્રેમગીરીની અંબાજી મંદિરના મહંતપદે કથિત ચાદરવિધી કરી નાંખી હતી. હાલ અા નિમણૂંકને પણ મહેશગીરીઅે ગેરકાયદેસર ગણાવી છે. અા સાથે તેમણે હરિગીરીઅે ભવનાથ મંદિરનું મહંતપદ મેળવવા રૂપિયા અાપ્યાનો જૂના અખાડાના લેટરપેડવાળો પત્ર જાહેર કરી જાણે કે લેટરબોંબ ફોડી દીધો હતો. હરિગીરીઅે જે પ્રેમગીરીની તનસુખગીરીજીની સમાધિ પાસે ચાદરવિધી કરી અેના સગીર શિષ્યે શનિવારે પત્રકારો સમક્ષ અેવો ઘટસ્ફોટ કર્યો હતો કે, પ્રેમગીરીઅે પોતાના પર અનેક વખત સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અાચર્યું હતું. અા તકે મહેશગીરીઅે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાઅે અેક વર્ષ પહેલાં હરિગીરીનું ભવનાથ મંદિરનું મહંતપદ ગેરકાયદેસર હોવાનો પત્ર મુખ્યમંત્રી, કલેક્ટર અને ચેરીટી કમિશનરને લખેલા પત્રો જારી કરી દીધા છે. મહિલા વકીલનો પત્ર | મહંત તનસુખગીરીનાં મોત માટે ગોકુલ હોસ્પિટલના 39 તબીબ અને એડવોકેટ-નોટરી જવાબદાર છે
ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી મહારાજના મૃત્યુ માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલના 39 તબીબ તેમજ વકીલ અને નોટરી જવાબદાર હોવાનો ગંભીર આક્ષેપ જૂનાગઢના મહિલા વકીલે કર્યો છે અને આ અંગેની
લેખિત રજૂઆત રાજ્યના આરોગ્ય વિભાગ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન અને રાજકોટના પોલીસ કમિશનરને કરીને તમામ જવાબદારો સામે ફોજદારી રાહે પગલાં લેવા તેમજ આઈએમએને તમામના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જૂના અખાડાના મહંત હરિગીરીજી સાથે રાજકોટ આવીને પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે તેમ પણ મહિલા વકીલે કહ્યું હતું.
રાજ્યના ટોચના અધિકારી અને આરોગ્ય વિભાગને સંબોધીને લેખિતમાં કરાયેલી રજૂઆતમાં એડવોકેટ હેમાબેન શુક્લાએ એવો આક્ષેપ કર્યો છે કે, 18મી નવેમ્બરની મધરાત્રીએ રાજકોટમાં આવેલી ગોકુલ હોસ્પિટલના આઈસીયુમાં તનસુખગીરી બાપુના સેવકો આરામમાં હતા તે સમયે હોસ્પિટલના જ કેટલાક ડોક્ટરની હાજરીમાં અમુક સ્ટેમ્પ પેપર ઉપર સંપૂર્ણ કોમામાં અને બેભાનાવસ્થામાં રહેલા તનસુખગીરી બાપુના અંગૂઠાના નિશાન ગેરકાયદેસર રીતે લઈને તે કાગળોને ત્યાં હાજર રહેલા એડવોકેટની હાજરીમાં નોટરી દ્વારા નોટરાઈઝ કરાવી લેવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments