જયેશ ગોંધીયા
નાઘેર પંથકના એક નામાંકિત મહિલા તબીબ કારમાં અશોભનીય ચેષ્ટા કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા ઉના પંથકમાં ભારે ચકચાર નથી જવા પામી છે અને સભ્ય સમાજ આને તબીબ જગતનું કલંક ગણાવી રહ્યો છે. જોકે, મહિલા તબીબે આ અંગે સોશિયલ મીડિયા ચેનલના સંચાલક સહિત ત્રણ સામે બ્લેકમેલિંગ કરવા અંગેનો ગુનો નોંધાવ્યો છે. ગુનો દાખલ થતાની સાથે જ સોશિયલ મીડિયા સંચાલક પોતાની પત્ની સાથે ફરાર થઈ ગયો છે. મહિલા તબીબ સાથે નાજુક પળો માણતો યુવક કોણ ? એ સવાલે પણ ઊનામાં ઘેરી ચર્ચા જગાવી છે.
નાઘેર પંથકના તબીબે નોંધાયેલ ફરિયાદમાં પત્રકાર તરીકે પોતાની ઓળખાણ આપનાર તોડબાજ મણિરાજ ચાંદોરાએ તેની પત્ની કાવ્યા સાથે તબીબ પાસે ગયેલા તેને એક કહેવાતો કથિત વીડિયો બતાવી કહેલ કે, તમારો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ કરી દેશુ તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરી હતી. જોકે મહિલા તબીબે તેને પણ સાઈબર ક્રાઈમમાં ફરિયાદનું જણાવતાં બ્લેક મેઈલ કરતાં મણિલાલ ચાંદોરા સાથે આવેલ તેની પત્ની કાવ્યા ચાંદોરા એકદમ ઉશ્કેરાઇ જઇ તબીબના ગાલે ફડાકા મારી મૂઢમાર મારીને ઈજા કરી હતી.
મહિલા ડોક્ટરને બદનામ કરવા મામલે પોલીસે ગુન્હો નોંધી નાસી છુટેલા તોડબાજ શખ્સ અને તેની પત્ની સહિત 3 શખ્સોની શોધખોળ આદરી છે. તબીબને અગાઉ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરાયો હતો
નામાંકિત તબીબને આ અગાઉ પણ તોડબાજ મણિરાજ ચાદોરા દ્વારા બ્લેક મેલ કરવાનો પ્રયાસ કરાયો હતો ફોન ઉપર ધાકધમકી
મળતી હતી. તોડબાજ શખ્સ દર્દી સ્વરૂપે પહોંચતા મામલો સામે આવ્યો દર્દી સ્વરૂપે તબીબ પાસે ઓ.પી.ડી.મા ગયેલા મણિરાજ ચાદોરા અને તેની પત્ની કાવ્યાએ વીડિયો બતાવ્યો હતો અને બ્લેકમેઈલ કરી શરણે થવા તબીબને દબાવવા પ્રયાસ કર્યો હતો. મામલો સામે આવ્યો. મહિલા તબીબે વીડિયો જોયા વિના ફરિયાદ લખાવી? તબીબે જણાવ્યું હતું કે, અમે તો વીડિયો જોયો નથી. અમને જાણવાં મળ્યું કે, અમારી પાસે બ્લેક મેઈલ કરવાં આવેલાં શખ્સ સામે ફરીયાદ કરી હતી. મહિલા તબીબનું આ નિવેદન હાસ્યાસ્પદ એટલા માટે છે કે, આખા શહેરમાં વાયરલ વીડિયો મહિલા તબીબે જોયો નથી અને ફરિયાદ નોંધાવી દીધી.