થોડા સમય પહેલા જ ઓસ્કાર વિજેતા સીંગર અને સંગીતકાર એઆર રહેમાને પત્ની સાયરા બાનુથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. થોડા સમય પછી, એઆર રહેમાનની ટીમની ગિટારિસ્ટ મોહિની ડેએ પણ છૂટાછેડાની જાહેરાત કરી, જેના કારણે સોશિયલ મીડિયા પર મોહિનીને ગાયકના છૂટાછેડાનું કારણ ગણવામાં આવ્યું. સતત ટ્રોલિંગ વચ્ચે હવે સાયરા બાનુ સિંગરના સમર્થનમાં સામે આવી છે. તેણે કહ્યું છે કે ‘એઆર રહેમાનને કોઈની સાથે કોઈ સંબંધ નથી અને તેના પર આરોપો ન લગાવવા જોઈએ.’ સાયરાએ ચેન્નાઈ છોડવાનું કારણ જણાવ્યું
હાલમાં જ સાયરા બાનૂએ એક ઓડિયો નિવેદન જાહેર કર્યું હતું જેમાં જણાવ્યું છે કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર છે અને મુંબઈમાં તેની સારવાર ચાલી રહી છે. નિવેદનમાં તેણે કહ્યું, આ જ કારણ હતું કે હું એઆરથી બ્રેક લેવા માગતી હતી. પરંતુ હું સમગ્ર યુટ્યુબ, યુટ્યુબર્સ અને તમિલ મીડિયાને વિનંતી કરું છું કે કૃપા કરીને તેના વિશે કંઈપણ ખરાબ ન બોલો. તે એક રત્ન છે. તે વિશ્વની શ્રેષ્ઠ વ્યક્તિ છે. તેણે આગળ કહ્યું, ‘હા, સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે મારે ચેન્નઈ છોડવું પડ્યું. કારણ કે હું જાણતી હતી કે જો હું ચેન્નાઈમાં ન હોત તો તમે બધા આશ્ચર્યમાં મૂકાશો કે સાયરા ક્યાં છે. હું અહીં બોમ્બે આવી છું. હું મારી સારવાર કરાવી રહી છું. ARનું ચેન્નાઈમાં ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે, તેથી હું તેને કે બાળકોને ખલેલ પહોંચાડવા માગતી ન હતી. પરંતુ તે એક અદ્ભુત વ્યક્તિ છે. તેને કોઈની સાથે કોઈ સંબંધ નથી. મને જીવનભર તેમનામાં વિશ્વાસ છે. મેં તેને ખૂબ પ્રેમ કર્યો છે અને તેણે મને ખૂબ જ પ્રેમ કર્યો છે. તેથી તેમની સામે પાયાવિહોણા આક્ષેપો કરવાનું બંધ કરો.’ છેલ્લે સાયરાએ કહ્યું હતું કે, ભગવાન ભલા કરે અને મારી પ્રામાણિક પ્રાર્થના છે કે અમને એકાંત આપવામાં આવે અને સ્પેસ આપવામાં આવે. આ સમયે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. હું ટૂંક સમયમાં ચેન્નાઈ પાછી આવીશ. પણ મારે મારી સારવાર પૂરી કરીને ફરી આવવું પડશે. ઠીક છે તો કૃપા કરીને તેનું નામ બગાડવાનું બંધ કરો જે સંપૂર્ણ બકવાસ છે અને મેં કહ્યું તેમ તે એક અદ્ભુત માનવી છે, આભાર.’ 20મી નવેમ્બરે છૂટાછેડાની જાહેરાત કરવામાં આવી હતી નોંધનીય છે કે, એઆર રહેમાન અને સાયરાએ 20 નવેમ્બરે છૂટાછેડાની જાહેરાત કરી હતી. પત્નીના સત્તાવાર નિવેદન બાદ સિંગરે લખ્યું હતું- એવું લાગે છે કે દરેક વસ્તુનો અદૃશ્ય અંત છે. તૂટેલા હૃદયના ભાર હેઠળ ભગવાનનું સિંહાસન પણ કંપી શકે છે. તેમ છતાં, આ છૂટા પડવામાં, આપણે અર્થ શોધીએ છીએ, ભલે ટુકડાઓને ફરી ક્યારેય તેમનું સ્થાન ન મળે. મિત્રો, આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનો આદર કરવા બદલ આભાર.