રણબીર કપૂરે ગોવામાં 55માં ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આલિયા અને રાહા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. એક્ટરે જણાવ્યું કે તેણે તેની પુત્રી રાહાને પહેલું કયું ગીત સંભળાવ્યું હતું. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન રણબીરે જણાવ્યું કે તેણે સૌથી પહેલા તેના દાદા રાજ કપૂરનું ગીત રાહાને સંભળાવ્યું હતું. રણબીરે સૌથી પહેલા રાહાને દાદાનું ગીત સંભળાવ્યું હતું.
ફિલ્મ ફેસ્ટિવલમાં વાતચીત દરમિયાન રણબીરે કહ્યું કે, મેં સૌથી પહેલા મારા દાદા રાજ કપૂરનું ગીત ‘કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર’ રાહાને સંભળાવ્યું હતું. તેણે કહ્યું, આ ગીત મારું ફેવરિટ છે અને આ ગીત જીવન જીવવાની સારી ફિલોસોફી છે. ‘કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર’ ગીત અનારી ફિલ્મનું છે. અને આ ગીત રાજ કપૂર પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 1959માં રિલીઝ થઈ હતી. આલિયા કિશોર કુમારને ઓળખતી ન હતી
આગળ વાત કરતા રણબીર કપૂરે કહ્યું કે, આપણે આપણા મૂળને ભૂલવું ન જોઈએ, આજે પણ ઘણા એવા લોકો છે જેઓ રાજ કપૂરની ફિલ્મો વિશે કશું જાણતા નથી, જેમણે તેમનું કામ જોયું નથી. તેણે કહ્યું, જ્યારે હું આલિયાને પહેલીવાર મળ્યો ત્યારે તેણે મને પૂછ્યું કે કિશોર કુમાર કોણ છે? એક્ટરે કહ્યું- આ જીવનનું ચક્ર છે. કલાકારો ભુલાઈ જાય છે અને નવા કલાકારો આવે છે. તેથી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે આપણે આપણા મૂળને યાદ કરીએ. રાજ કપૂરને રોમેન્ટિક વાર્તાઓમાં રસ હતો
આ દરમિયાન રણબીરને તેના દાદા વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે તેની કઈ ફિલ્મોમાં તેના દાદા રાજ કપૂરને ડાયરેક્ટ કરતા જોવા માંગે છે. રણબીરે જવાબ આપ્યો, ‘જ્યારથી તેમણે ફિલ્મ ‘બોબી’ બનાવી હતી અને તેમને હંમેશા રોમેન્ટિક વાર્તાઓમાં વધુ રસ હતો, મને એ જોવાનું ગમ્યું હોત કે તેમણે ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ કેવી રીતે ડિરેક્ટ કરી હોત.’ રણબીરની આગામી ફિલ્મો
રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રામાયણઃ પાર્ટ 1’માં જોવા મળશે. જશે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે.