back to top
Homeબિઝનેસમહારાષ્ટ્રમાં ભાજપની જીતથી માર્કેટમાં જશ્ન:સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુની તેજી, નિફ્ટીમાં પણ ઉછાળો;...

મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી માર્કેટમાં જશ્ન:સેન્સેક્સમાં 1200 પોઈન્ટથી વધુની તેજી, નિફ્ટીમાં પણ ઉછાળો; NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સમાં વધારો

આજે 25 નવેમ્બરે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 80,350ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 390 પોઈન્ટ ઉછળીને 24,300ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના તમામ 30 શેરો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 49 વધી રહ્યા છે અને 1માં ઘટાડો છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ ₹1,278.37 કરોડના શેરનું વેચાણ કર્યું હતું એનવાયરો ઈન્ફ્રા એન્જીનિયર્સના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ Enviro Infra Engineers Limitedના IPO માટે બિડિંગનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આ ટોટલ 2.09 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રોકાણકારો આવતીકાલે એટલે કે 26મી નવેમ્બર સુધી આ ઈસ્યુ માટે બિડ કરી શકશે. કંપનીના શેર 29 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. આ IPOનું ઇશ્યૂ કદ ₹650.43 કરોડ છે. કંપની કુલ 4,39,48,000 શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે. તેમાં 3,86,80,000 નવા શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે, જ્યારે પ્રમોટર્સ 52,68,000 શેર વેચશે. દરેક શેરની ફેસ વેલ્યુ ₹10 નક્કી કરવામાં આવી છે. શુક્રવારે બજાર તેજી સાથે બંધ થયું હતું આ પહેલા શુક્રવારે એટલે કે 22 નવેમ્બરે સેન્સેક્સ 1961 પોઈન્ટ (2.54%)ના વધારા સાથે 79,117ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 557 પોઈન્ટ (2.39%) વધીને 23,907ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29માં તેજી અને 1માં ઘટાડો થયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 49માં તેજી અને 1માં ઘટાડો હતો. નિફ્ટી મીડિયા સિવાય NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ઉછાળો હતો. શેરબજારમાં 5 મહિનામાં આ સૌથી મોટી તેજી હતી. લોકસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા 3 જૂને સેન્સેક્સ 2,507 પોઈન્ટનો વધારો હતો અને 76,468ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ વધીને 23,263ની સપાટીએ બંધ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments