back to top
Homeભારતમહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર:CM અને 2 ડેપ્યુટી CMની આજે જાહેરાત; રાજ ઠાકરેની પાર્ટીની...

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર:CM અને 2 ડેપ્યુટી CMની આજે જાહેરાત; રાજ ઠાકરેની પાર્ટીની માન્યતા રદ થઈ શકે

મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો જાહેર થયા બાદ 26 નવેમ્બર સુધીમાં સરકારની રચના થવાની છે. તેનું કારણ એ છે કે આ દિવસે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જો સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું પડશે. મહાયુતિ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર 1 મુખ્યમંત્રી અને 2 ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. મહાયુતિ પક્ષોમાં દરેક 6-7 ધારાસભ્યો માટે એક મંત્રી પદની ફોર્મ્યુલા પણ નક્કી કરવામાં આવી છે. આ મુજબ ભાજપના 22-24, શિંદે જૂથના 10-12 અને અજીત જૂથના 8-10 ધારાસભ્યો મંત્રી બની શકે છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) આ ચૂંટણીમાં એક પણ સીટ જીતી શકી નથી. પાર્ટીનો વોટ શેર પણ 1.55% હતો. આ પરિણામને કારણે રાજ ઠાકરેની પાર્ટીની માન્યતા રદ થઈ શકે છે. ચૂંટણી પંચ તેમનું પ્રતિક છીનવી શકે છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, જો પાર્ટી પાસે એક ધારાસભ્ય અને 8% વોટ હોય, તો માન્યતા રહે છે. જો બે ધારાસભ્યો અને 6% મતો પ્રાપ્ત થાય અથવા ત્રણ ધારાસભ્યો અને 3% મત મળે તો પણ માન્યતા રહે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે. પરિણામો પછી અપડેટ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments