ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાન નજીકના દરિયામાંથી 5 ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. સંરક્ષણ અધિકારીઓએ સોમવારે સવારે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે આટલું મોટું કન્સાઇનમેન્ટ અગાઉ ક્યારેય પકડ્યું નથી. આ ડ્રગ્સ ફિશિંગ બોટમાંથી મળી આવ્યું હતું. ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. 10 દિવસ પહેલાં 700 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત થયું હતું
ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દિલ્હી એનસીબીને આ ડ્રગ્સ વિશે માહિતી મળી હતી. આ પછી દિલ્હી NCBએ ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ અને નેવીની મદદથી એક બોટ પકડી જેમાં ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતું. બાતમીના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 9 મહિનામાં પોરબંદરના દરિયામાંથી 4,000 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર દિલ્હી પોલીસે એક મહિના પહેલાં 2 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું દિલ્હીમાં નાસ્તાના પેકેટમાં છુપાયેલું ₹2,000 કરોડનું કોકેઈન મળી આવ્યું હતું 11 ઓક્ટોબરે દિલ્હીમાં 2 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આને નાસ્તાના પેકેટમાં છુપાવવામાં આવ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી મોટો કેસ માનવામાં આવે છે. આ ડ્રગ્સ દુબઈથી દિલ્હી પહોંચ્યું હતું. આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ ઓગસ્ટથી કામ કરી રહી હતી. ડ્રગ્સ સામે છેલ્લી 2 મોટી કાર્યવાહી
30 સપ્ટેમ્બરે 228 કિલો ગાંજા જપ્ત: દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે 30 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 228 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1.14 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ કાર્ટેલના બે સપ્લાયરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. 27 જુલાઈના રોજ 6 કિલો કોકેઈન જપ્ત કરવામાં આવ્યું હતું: દિલ્હી પોલીસે 27 જુલાઈના રોજ દિલ્હી એરપોર્ટ પર 6 કિલો ગ્રેડ-એ કોકેઈન સાથે જર્મન નાગરિકને પકડ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોકેઈનની કિંમત 12 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આરોપીનું નામ અશોક કુમાર હતું.