back to top
Homeગુજરાત12 દિવસની સારવાર બાદ મોત:સુરતમાં યુવક મિત્ર પાસેથી લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા...

12 દિવસની સારવાર બાદ મોત:સુરતમાં યુવક મિત્ર પાસેથી લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો, કંટાળીને ઝેર પી આપઘાત

સુરતમાં મિત્ર પાસેથી વ્યાજે લીધેલા એક લાખનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોર પાસેથી બેગમપુરાના યુવકે નાણાં લીધા હતા. બંનેનું વ્યાજ ભરીને થાકવા છતાં તેનો અંત નહિ આવતાં યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 12મીએ ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી
બેગમપુરા રહમાન મંઝીલમાં રહેતા ગુલામખ્વાજા ઉર્ફે ગુલ્લુમીયાં ઇસ્માલ શેખ (ઉં.વ. 45)એ ગત 12મીએ તેના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ગંભીર હાલતમાં તેને બુરહાની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હોસ્પિટલ દ્વારા મહીધરપુરા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ ત્યાં દોડી ગઇ હતી. યુવકની પત્ની સમીરાબાનુએ આપેલા નિવેદનને આધારે પોલીસે બેગમપુરા તુલસી ફળિયું, કાલુશાહીના મહોલ્લામાં રહેતા શાબીર ગુલામ મુસ્તુફા શેખ અને ઇબ્રાહિમ ચાચા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. એક વ્યાજખોરથી બચવા જતાં બીજાની ચુંગાલમાં ફસાયો
પરચૂરણ એજન્ટ તરીકે કામ કરતાં ગુલામ ખ્વાજાને કોરોના બાદ આર્થિક મુશ્કેલી ઊભી થતાં તેણે શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો. તેની ચૂકવણી કરવા ઇબ્રાહિમ ચાચા પાસેથી 35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. પહેલાં એક વ્યાજખોર હતો, હવે બે થઈ ગયા હતા. બંને વારંવાર વ્યાજને લઈ ધાકધમકી આપતાં હોવાથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેનું રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments