back to top
Homeગુજરાતબડાશબાજ નકલી IAS મેહુલ શાહની કરતૂતો:રેવન્યુ વિભાગમાં છું કહી 35 કરોડમાં સ્કૂલ...

બડાશબાજ નકલી IAS મેહુલ શાહની કરતૂતો:રેવન્યુ વિભાગમાં છું કહી 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની ડીલ કરી; પ્રવાસ અને સ્પોર્ટ્સ એકેડમીના નામે બાળકો પાસેથી પણ પૈસા પડાવ્યા

નકલી સરકારી અધિકારી બનવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની ઓળખ IAS અધિકારી તરીકે આપીને સરકારી કામ માટે બે ઇનોવા ભાડે લીધી. ત્યારબાદ બોગસ લેટરના આધારે તેમાં સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યાઓ પર ફરીને તોડ કર્યા. આટલેથી ઠગબાજની કરતૂતોનો અંત નથી આવતો 2 મહિના સુધી અસારવાની વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં આવતો અને 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની પણ ડીલ કરી હતી. પૈસા પડાવવામાં બાળકોને પણ ન બક્ષ્યા. સ્કૂલને CBSE સ્કૂલ બનાવવા દાવો કર્યો હતો
મોરબીમાં રહેતા ઠગે અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને લાખો રુપિયા ખંખેરી લીધા. આ બાબતેની ફરિયાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ઠગ મેહુલ શાહની ધરપકડ કરાઇ હતી. મેહુલ શાહ 2 મહિના સુધી અસારવાની વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. લાલ બત્તીની ગાડીમાં સ્કૂલમાં આવીને સ્કૂલ ખરીદવાનો દાવો કરીને વિદ્યાર્થીઓ પાસેથી પ્રવાસના અને સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. DEOને પણ પોતાની વાતોમાં ફસાવીને સ્કૂલમાં સન્માન સમારોહમાં બોલાવ્યા હતા. સ્કૂલને CBSE સ્કૂલ બનાવવા પણ દાવો કર્યો હતો. 35 કરોડમાં સ્કૂલ ખરીદવાની સંચાલકને ઓફર આપી
ક્રાઇમ બ્રાન્ચે પકડેલા ઠગ મેહુલ શાહે IAS અધિકારીની ઓળખ આપી હતી તથા કેન્દ્ર સરકારના સાયન્સ એન્ડ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટર તથા સાયન્ટિસ્ટ હોવાની ઓળખ આપી હતી. મેહુલ શાહે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીને પણ પોતાની વાતોમાં મોહી લીધા હતા. પોતે કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટ હોવાનું કહીને તેમની સાથે પરિચય કેળવ્યો હતો. ત્યારબાદ શહેરની બે સ્કૂલો કરોડો રૂપિયામાં ખરીદવાનો પણ દાવો કર્યો હતો. અસારવા વિસ્તારમાં આવેલી વિશ્વવિદ્યાલય સ્કૂલ જે ગ્રાન્ટેડ સ્કૂલ છે તે 35 કરોડમાં ખરીદવાની સ્કૂલના સંચાલકને ઓફર આપી હતી. આ ઓફર આપીને થોડો સમય સ્કૂલનું સંચાલન કરશે તેવું કહીને તે નિયમિત રીતે વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. ‘અમદાવાદમાં એક સ્કૂલ 150 કરોડમાં ખરીદી છે’
મેહુલ શાહ લાલબત્તીવાળી ઇનોવા ગાડી લઈને વિશ્વવિદ્યાલય સ્કૂલમાં આવતો હતો. તેની સાથે બે બાઉન્સર પણ રાખતો હતો જેથી લોકો તેનાથી પ્રભાવિત થતા હતા. 2 મહિના સુધી મેહુલ શાહ નિયમિત સ્કૂલમાં આવતો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વચ્ચે રહીને મોટી બડાશ મારતો હતો. મેહુલે સ્કૂલમાં લોકોને જણાવ્યું હતું કે, તેણે અમદાવાદમાં બીજી પણ એક સ્કૂલ 150 કરોડમાં ખરીદી છે. આ સ્કૂલને પણ તે આગામી સમયમાં આધુનિક સ્કૂલ બનાવશે. સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતતો હતો. ત્યારબાદ પ્રવાસના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ તથા સ્કૂલમાં સ્પોર્ટ્સ એકેડેમી બનાવવાના નામે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા પડાવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી પણ વાતોમાં આવી ગયા
આ સ્કૂલમાં મેહુલે વિદ્યાર્થીઓનો સન્માન સમારોજ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી હાજર રહ્યા હતા. મેહુલે સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તે વિદ્યાર્થીઓને ફ્લાઇટમાં બેંગ્લોર તથા લખનઉ ખાતેના સરકારના કાર્યક્રમમાં લઈ જશે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓને ‘NASA’ સુધી લઈ જવાની પણ બડાશ મારી હતી. મેહુલ જે પ્રમાણે વાતો કરતો હતો તેનાથી સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો તો મોહી ગયા પરંતુ સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ તેની વાતોમાં આવી ગયા હતા. વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં સાયન્સ લેબ નવી બનાવવાનું કહીને જૂની કેબનું ફર્નિચર વેચી દીધું હતું. જ્યારે પોતાની સાથે રાખેલા બાઉન્સરના દીકરાને વિશ્વ વિદ્યાલય સ્કૂલમાં નોકરીએ રાખવાનો લેટર આપ્યો હતો. જેમાં કાયમી નોકરી આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સ્કૂલમાં કલરકામનું કામ આપવાના બહાને પણ એક વ્યકિતએ ઠગ્યો હતો. ‘મારા 10 લાખ રૂપિયા હજુ સુધી આપ્યા નથી’- સ્કૂલના ટ્રસ્ટી
સ્કૂલના ટ્રસ્ટી ડાહ્યાભાઈ પટેલ જણાવ્યું હતું કે, મેહુલ શાહે સરકારી અધિકારી હોવાને ઓળખ આપી હતી. ત્યારબાદ રેવન્યુ વિભાગમાં પ્રમોશન થયું હોવાની ઓળખ આપી હતી .સ્કૂલમાં સાયરનવાડી ગાડી લઈને તે આવતો હતો, જેમાં આગળ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. સ્કૂલ ખરીદવા માટે 35 કરોડમાં અમારી સાથે ડીલ કરી હતી. આ પૈસા તેમના દક્ષિણ ભારતમાં ચાના બગીચા વેચવાના છે તે આવશે ત્યારબાદ ચૂકવવાનું કહ્યું હતું. પોતે સુરેન્દ્રનગરથી અમદાવાદ શિફ્ટ થયો હોવાથી અહીંયા તેને મકાનના બાના પેટે દસ લાખ રૂપિયાની જરૂર હોવાથી મારા મારફતે 10 લાખ રૂપિયા લીધા હતા જે હજુ સુધી પરત આપ્યા નથી. સ્કૂલમાં આવીને કલરકામ પણ કરાવ્યું હતું જેના પૈસા પણ તેણે આપ્યા નથી. અમારી સાથે મોટી મોટી વાતો કરી હતી, પરંતુ બાદમાં અમને શંકા જતા સ્કૂલમાં આવવાનું બંધ કરી દીધું હતું. બસ, હવે ક્યાંક નકલી સરકાર ન મળી જાય! 1) નકલી જજ,22 ઓક્ટોબર-2024: મોરિસ સેમ્યુલ ક્રિશ્ચયન નામના શખ્સે ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયને 100 એકરથી વધુની સરકારી જમીનો પોતાના નામે કરવાના નકલી હુકમો કરી અબજોની જમીન હડપી લીધી છે. તેણે આર્બિટ્રેટર જજ બનીને નકલી સ્ટાફ અને વકીલો રાખીને કોર્ટનો માહોલ ઊભો કર્યો હતો. 2) મંત્રીઓના નકલી પીએ, ડિસેમ્બર 2023: કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના PA તરીકે ખોટી ઓળખ આપીને સુપ્રસિદ્ધ માનવ મંદિર આશ્રમના ટ્રસ્ટીને ધાકધમકી આપવાના મામલે પોલીસે નકલી PAની અટકાયત કરી હતી. 3) નકલી પીએમઓ અધિકારી, માર્ચ 2023: કિરણ પટેલ આજે પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર છે. પીએમઓના અધિકારી હોવાની ઓળખ આપી કિરણે કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી બેઠકો પણ કરી હતી. 4) નકલી ટોલનાકું, ડિસેમ્બર 2023: વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકું બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાંથી રસ્તો બનાવી કેટલાક બાહુબલિઓ નકલી ટોલનાકુ બનાવી પૈસા ઉઘરાવતા હતા. 5) નકલી સરકારી કચેરી, નવેમ્બર 2023: દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીઓ ઊભી કરીને ટોળકીએ વર્ષ 2018થી 2022 દરમિયાન 100 કામની ખોટી દરખાસ્તો તૈયાર કરીને 18.59 કરોડ સેરવી લીધા હતા. 6) નકલી સિરપ, ડિસેમ્બર 2023: નડિયાદમાં આયુર્વેદિક સિરપ પીધા બાદ ઘણા લોકોનાં મોત થયાં હતાં. સિરપમાં નશા માટે ઝેરી કેમિકલ ભેળવાયું હતું એવું તપાસમાં બહાર આવ્યું હતું. 7) નકલી આઇપીએસ અધિકારી, નવેમ્બર 2023: સુરતના ઉધના વિસ્તારમાંથી નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો હતો. આ નકલી IPS ચાર રસ્તા પર લોકોના વાહનો ચેક કરાવાનો ડોળ કરી વાહનચાલકોને મેમો પકડાવતો હતો. 8) નકલી CMO અધિકારી, નવેમ્બર 2023: CMO ઓફિસના અધિકારીની ઓળખ આપીને લોકોને ફસાવનાર વિરાજ પટેલ સામે દુષ્કર્મનો આરોપ હતો. ફરાર થયા બાદ તે મેઘાલયમાંથી ઝડપાયો હતો. 9) નકલી સરકારી કચેરી, ઓક્ટોબર 2023: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કાર્યપાલક ઇજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝનની આખેઆખી બનાવટી સરકારી કચેરી ઊભી કરાઈ હતી. આ કચેરીએ 93 સરકારી કામો મંજૂર કરાવી સરકાર પાસેથી કુલ 4.15 કરોડથી વધુ તફડાવી લીધા હતા. 10) નકલી વૈજ્ઞાનિક, ઓગસ્ટ 2023: જ્યારે ચંદ્રયાન-3નું વિક્રમ લૅન્ડર ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઊતર્યું ત્યારે સુરતના મિતુલ ત્રિવેદીએ કહ્યું હતું કે સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમનો સભ્ય હતો. કૉન્સેપ્ટ ડિઝાઈનિંગમાં પણ મેં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 29 ઓગસ્ટના દિવસે સુરત પોલીસે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી લીધી હતી. બે મહિનામાં 19 નકલી અધિકારીઓ ઝડપાયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments