છેલ્લા કેટલાક મહિનાઓથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નના સમાચારોએ લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તેમના સંબંધોમાં મુશ્કેલી ઊભી થઈ છે, કેટલાક તો સંભવિત છૂટાછેડા વિશે પણ વાત કરી છે. આ બધું હોવા છતાં, અભિષેક અને ઐશ્વર્યાએ આ બાબતે મૌન રહેવાનું પસંદ કર્યું છે, અને પોતપોતાના પ્રોફેશનમાં વ્યસ્ત છે. પરંતુ હવે જે થયું તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને તેનું કારણ છે શ્વેતા બચ્ચન. એવી ચર્ચા થતી રહે છે કે, ઐશ્વર્યાએ પોતાના સાસરિયાઓથી અંતર બનાવી લીધું છે અને તેને ભાઈ આદિત્ય રાય અને તેની પત્ની શ્રીમા રાય સાથેના સંબંધો પણ સારા નથી. જો કે હવે મામલો આશ્ચર્યજનક વળાંક લઈ રહ્યો છે. શ્રીમા રાયે શ્વેતા બચ્ચન અને નિખિલ નંદા માટે ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. નોંધનીય છે કે, શ્વેતા બચ્ચન એશ્વર્યા રાયની નણંદ છે. ઐશ્વર્યાની ભાભી અને નણંદની મિત્રતા
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વાર્તામાં આ તદ્દન નવો વળાંક છે. ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સુંદર ફૂલના ગુલદસ્તાની તસવીર શેર કરી અને તેને મોકલવા બદલ શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદાનો આભાર માન્યો. શ્વેતા નંદાએ પુષ્પગુચ્છ મોકલ્યો હતો
શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદાએ શ્રીમાને ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો હતો. હવે તેણે આવું શા માટે કર્યું તે ખબર નથી અને શ્રીમાએ પણ તેનું કારણ જણાવ્યું નથી. જો કે, ત્યારથી લોકોનું ધ્યાન માત્ર અહીં જ ખેંચાઈ રહ્યું છે. આ બાબત લોકોને ખટકી
રેડિટ પર નેટિઝન્સ પણ શ્રીમા રાય અને શ્વેતા બચ્ચનનું બોન્ડ જોઈને ચોંકી ગયા હતા. એક યુઝરે લખ્યું – તો કાં તો તેમની વચ્ચે અણબનાવ એટલો નથી જેટલો બધા કહે છે અથવા તો બંને પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે વર્તે છે, સિવાય કે એશ, જેને કોઈની સાથે નથી બનતું. જ્યારે એકે લખ્યું- નણંદ અને ભાભી વચ્ચે દોસ્તી…??? હમ્મ. ચાહકોએ આવી વાતો કહી
એક ચાહકે વ્યંગ્યાત્મ રીતે લખ્યું – ઘણા બધા મતભેદોની અપેક્ષા છે. પરંતુ, શ્વેતા તેના પતિથી અલગ થઈ ગઈ હોવા છતાં તેના સાસરિયાઓ સાથે હજુ પણ સારા સંબંધો છે. દરમિયાન, ઐશ્વર્યા સાથે પણ તેને બનતું હોય તેવું લાગતું નથી. બની શકે કે, કદાચ ઐશ્વર્યા તેના ભાઈ અને ભાભી સાથે પણ એ જ રીતે વર્તતી હશે.