શેરબજારમાં સોમવારે ખુલતાંની સાથે જ તેજી જોવા મળી હતી. છેલ્લા કેટલાક સમયથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ઘટાળો થયો હતો. પરંતુ શુક્રવારે ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો.સોમવારે નવા અઠવાડિયાની શરૂઆતમાં જ સેન્સેક્સ એકઝાટકે 1300 પોઇન્ટ ઉછળ્યો હતો.જ્યારે નિફ્ટીમાં પણ તેજી દેખાઈ હતી.મહારાષ્ટ્ર ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજયની અસર દેખાતા સેન્સેક્સમાં મોટો ઉછાળો દેખાયો.સેન્સેક્સ 992 પોઈન્ટના ઉછાળા સાથે 80109 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 386 પોઈન્ટના ઉછાળા સાથે 24273 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 1089 પોઈન્ટના ઉછાળા સાથે 52171 પોઈન્ટના સ્તરે બંધ થયો. શેરબજારમાં સાર્વત્રિક ઉછાળાના માહોલ વચ્ચે બીએસઈ ખાતે રોકાણકારોની મૂડીમાં 09 લાખ કરોડનો વધારો થયો છે. મહારાષ્ટ્ર તેમજ ઝારખંડમાં પુન: ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવવાના વર્તારા પાછળ નીચા મથાળે નીકળેલ નવી લેવાલી પાછળ આ મુંબઈ શેરબજારમાં શેરોની જાતેજાતમાં સુધારો થવા સાથે સેન્સેક્સમાં છેલ્લા પાંચ માસનો સૌથી મોટો બીજો ઉછાળો નોંધાયો હતો. તેમજ અમેરિકા ખાતે રોજગારીના ડેટા સારા આવતા વિદેશના બજારોમાં સુધારો નોંધાતા તેની અત્રે સાનુકૂળ અસર જોવાઈ હતી.અદાણી ગ્રુપના શેર્સમાં પણ આકર્ષક રિકવરી જોવા મળી છે. આઈટી, બેન્કિંગ, ઓઈલ એન્ડ ગેસ, અને રિયાલ્ટી સેગમેન્ટના શેર્સમાં આકર્ષક લેવાલીના પગલે શેરબજારમાં એકંદરે ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસના ઘટાડાના માહોલ વચ્ચે રોકાણકારો અને ખાસ કરીને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નીચા મથાળે ખરીદી વધારી રહ્યા છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં લાર્સેન,એચડીએફસી એએમસી,ડીવીસ લેબ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ટાઈટન કંપની,ટોરેન્ટ ફાર્મા,ઈન્ડીગો,ટીસીએસ,એસીસી,હેવેલ્લ્સ,ગ્રાસીમ,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,ભારતી ઐરટેલ,રિલાયન્સ,સિપ્લા,ગ્લેનમાર્ક ફાર્મા,અદાણી પોર્ટસ,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં એસિયન પેઈન્ટ્સ,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4214 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1353 અને વધનારની સંખ્યા 2697 રહી હતી, 164 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 285 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 448 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24273 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24188 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24373 પોઇન્ટથી 24404 પોઇન્ટ, 24474 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52171 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51008 પોઇન્ટના પ્રથમ અને 50880 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52373 પોઇન્ટથી 52474 પોઇન્ટ,52505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.50880 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઓબેરોઈ રીયાલીટી ( 1932 ) :- ઓબેરોઈ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1903 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1880 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1948 થી રૂ.1955 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1960 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચડીએફસી બેન્ક ( 1776 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1730 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1793 થી રૂ.1800 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેકનોલોજી ( 1897 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1919 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1880 થી રૂ.1864 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1930 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ટેક મહિન્દ્રા ( 1736 ):- રૂ.1760 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1774 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1707 થી રૂ.1690 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1780 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બજારમાં જોવાશે. ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય.હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ 2024 -25 ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ ૭%રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024 -25 માટે જીડીપી ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે 2023 -24 ના 8.2% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે.બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા 30 નવેમ્બરે જાહેર થશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.