વડોદરા શહેર પાસેથી પસાર થતાં હાઇ-વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બે ટ્રક અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત સર્જાતા કન્ટેનરનો ડ્રાઇવરની વિગતો ફાયર વિભાગની મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકનું રેસ્ક્યુ કરી અને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો હતો
વડોદરા નજીકથી પસાર થતા હાઇ-વે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ અગાઉ જ એક કાર પર કન્ટેનર પડતા ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે આજે ફરી એકવાર વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં બે કન્ટેનર અને એક બ્રિઝા કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. આ સમગ્ર ઘટનામાં એક કન્ટેનરચાલક ફસાઈ ગયો હોવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો અને તાત્કાલિક તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અકસ્માતમાં જાનહાની ટળી
જોકે, આ બનાવ બનતાની સાથે જ વડોદરા ફાયર વિભાગ અને કપુરાઇ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા વાહનોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. સદ્દનસીબે આ સમગ્ર ઘટનામાં મોટી જાનહાની ટળી છે. ડ્રાઇવરને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયો
આ બનાવ અંગે પાણીગેટ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વડોદરા ફાયર કંટ્રોલરૂમમાં કોલ મળ્યો હતો કે હાઈ-વે પર વાઘોડિયા બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. ઘટના સ્થળે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અધિકારીઓ સાધનો સાથે પહોંચી ગયા હતા. સ્થળ પર આવીને જોયુ તો એક ઇકો વાહન હતુ અને બે કન્ટેનર હતાં. વચ્ચેના કન્ટેનરના ડ્રાઇવર ફસાયા હતા, તેઓને સહી સલામત બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને લઈ ઘટના સ્થળે કપુરાઇ પોલીસ મથકની ટીમ હાજર છે સાથે ફાયર અને એમ્બ્યુલન્સ પણ છે.