સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હિંમતનગર તાલુકાના નવા પ્રમુખનો પદગ્રહણ અને વિદાય લેતા તાલુકા પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં જીલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠન મજૂબત કરવાની વાત પર ભાર મુક્વામાં આવ્યો હતો. હિંમતનગર જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સોમવારે હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ આયોજીત હિંમતનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજમેલસિહ પરમારના પદગ્રહણ તથા વિદાય લેતા તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલાના સન્માન સમારંભ યોજાયો હતો. આ પદ ગ્રહણ સમારોહ અને વિદાય લેતા પ્રમુખના સન્માન સમારંભમાં મંચસ્થ મહેમાનો અને હોદ્દેદારોએ સંગઠન મજબુત કેવી રીતે કરવું તેને લઈને પોતાના સંબોધનમાં ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. નવીન પ્રમુખને સૌએ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી. આ પદગ્રહણ સમારોહમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ પટેલ,પ્રદેશ મહામંત્રી નઇમભાઇ બેગ મિર્ઝા,રામભાઈ સોલંકી,પૂર્વ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ પટેલ,શહેર પ્રમુખ મહેન્દ્રસિહ ઠાકુર,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતસિહ,સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, રાજેન્દ્ર ડોણ, ચંદ્રસિહ ઝાલા,જયોતિબેન દવે,કુમાર ભાટ સહીત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.