back to top
Homeગુજરાતકલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું:પોરબંદરમાં નિરમા ફેક્ટરીના પ્રદુષણ સામે પર્યાવરણ પ્રેમી સંસ્થાનો વિરોધ

કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું:પોરબંદરમાં નિરમા ફેક્ટરીના પ્રદુષણ સામે પર્યાવરણ પ્રેમી સંસ્થાનો વિરોધ

પોરબંદરમાં નિરમા ફેક્ટરીના પ્રદુષણનુ ભુત ફરી એકવાર ધૂણ્યુ છે. બિરલા (નિરમા ફેક્ટરી) દ્વારા મોટા પ્રમાણમાં પોરબંદરમા પ્રદુષણ ફેલાવવામાં આવે છે તેવા આક્ષેપો જીલ્લા કલેક્ટર અને પ્રદૂષણ વિભાગને સેવ પોરબંદર સી દ્વારા લેખિત રજૂઆત કરાઇ છે. દરિયાકાંઠે થઇ રહેલા દરિયા જીવોના મોત મામલે જીપીસીબી રીપોર્ટ તૈયાર કરી જીલ્લા કલેક્ટર અને પોરબંદરની જનતા સમક્ષ મુકે તેવી માગ કરવામાં આવી છે. સેવ પોરબંદર સી દ્વારા જીલ્લા કલેક્ટર અને જીપીસીબીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, પોરબંદર શહેરમાં સ્થિત સૌરષ્ટ્ર કેમિકલ્સ યુનિટ ઓફ નીરમાં ઘણા વર્ષોથી પોરબંદરના દરિયામાં પ્રદૂષણ ફેલાવે છે, જેમનો સૌથી વધુ ભોગ છાયા ખાડી વિસ્તાર, ઇન્દિરા નગર, ઝૂરી બાગ વિસ્તાર તેમજ અન્ય વિસ્તારો તેમજ સમગ્ર જનતાને ભોગ બનવું પડી રહ્યું છે. આ ઉપરાંત પોરબંદર શહેરમાં એક માત્ર કંપની હોય જેમની વેસ્ટ નિકાલ માટેની ગટર ભનુભાઈની ખાંભી પાસેથી મંદિરના દરવાજા પાસેથી નીકળતી હોય અને સૌથી વધુ CEPT વેસ્ટ પાણી કલીનીંગ કર્યા વગર સોડાએશ તેમજ અન્ય કેમિકલ દરિયામાં નાખે છે અને જેમના હિસાબે અનેક દરિયાઈ જીવ કંપનીના હિસાબે મરી રહ્યા છે અને સવારે દરિવા કિનારે આવતા અનેક નાગરિકો ચામડીના રોગોના ભોગ બની રહા છે. આ ખૂબ ઝેરી કેમિકલ હશે જેના કારણે ઘણા દરિયાઈ જીવો કિનારા પર મૃત્યુ પામેલા મળે છે. ખાસ તો તેમની કોલસી હવામાં ધુમાડા રૂપે ફેલાય છે, જેથી આજુબાજુ ના વિસ્તારમાં અરથમા અને અન્ય ફેફસાને તથા ચામડીને લગતી બીમારીઓ વધી ગઈ છે. જીપીસીબી દ્વારા આ બાબતે તપાસ થશે પરંતુ જીપીસીબી દ્વારા આટલા વર્ષોથી કાઈ કાર્યવાહી કરેલ ના હોય તેવું પ્રતીત થાય છે, જેમનો ભોગ જાહેર જનતા માટે નિમેલ અધિકારીઓના હિસાબે જનતાએ ભોગવવું પડી રહ્યું છે. સેવ પોરબંદર સીની માંગ છે કે, જીપીસીબીની આ કાર્યવાહીની તમામ નોંધ પોરબંદર શહેરીજનો માટે જાહેર કરવામાં આવે અને એ બાબતે થતી સજા કે દંડની કાર્યવાહી પણ જાહેર કરવામાં આવે સેવ પોરબંદર સીને પણ આ કાર્યવાહીની લેખિત નોંધ આપવામાં આવે તેમ જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments