પોરબંદરમાં ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પોરબંદરમાં ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજથી નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સાપ્તાહનો આજથી પ્રારંભ થયો છે, તે પૂર્વે આજે સવારે 9:00 કલાકે ભાવેશ્વર મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં ડી.જે અને બેન્ડવાજા સાથેની પોથી યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડયા હતા અને ભકિ્તગીતો પર રાસની રમઝટ બોલી હતી. કેસરી ધ્વજ સાથેની આ શોભાયાત્રામાં મહેર મણીયારો રાસ પણ રજૂ થયો હતો. લાઠદાવના કરતબ પણ રજુૂકરવામા આવ્યા હતા. કળશધારી બહેનો સાથેની આ પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પરથી નિકળતા વિવિધ સમાજ અને સંસ્થા દ્રારા તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યું હતું. પોથીયાત્રામાં ભાગવત કથાકાર શ્યામભાઇ ઠાકર બગીમાં બિરાજમાન થયા હતા. તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યજમાન નિરવભાઇ દવે અને તેમના પરિવારજનો તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ બ્રહ્મસમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો જોડયા હતા અને પોથીયાત્રા નગરપાલિકા પ્લોટ ખાતે પહોંચી હતી. આજથી સાત દિવસ માટે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે તેમજ નિયમિત ગુજરાતના ખ્યાતનામ કાલાકારો દ્વારા લોકડાયરો રજૂ કરવામાં આવશે .નિમયિત ભોજન પ્રસાદીનુ પણ આયોજન કરવામાં આવ્યું છે.