back to top
Homeગુજરાતગુજરાતના IPS-IAS ખાતાંમાં મોટાં પરિવર્તન:ACB ચીફ શમશેર સિંહ દિલ્હી જશે, BSFમાંથી પીયૂષ...

ગુજરાતના IPS-IAS ખાતાંમાં મોટાં પરિવર્તન:ACB ચીફ શમશેર સિંહ દિલ્હી જશે, BSFમાંથી પીયૂષ પટેલ આવશે, DIG બનેલાં શ્વેતા-રાયની પ્રતીક્ષા પૂરી થશે

મિહિર ભટ્ટ

રાજ્યમાં વધતી જતી ગુનાખોરી, ક્યાંક અધિકારીઓની ગેરવહીવટી બાબતો અને એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા IPS અધિકારીઓથી માંડીને DySP સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીના ભણકારા વાગી રહ્યા છે. આ વખતની બદલીઓ મોટાપાયે રહેશે તેમ ગૃહવિભાગના સૂત્રોનું કહેવું છે, જેમાં ઘણા ડીસીપી અને રેન્જ આઇજી પણ બદલાશે. બીજી તરફ લાંબા સમયથી ખાલી પડી રહેલી મહત્ત્વની જગ્યાઓ પણ ભરાશે. ઉપરાંત PI ટુ DySPનાં પ્રમોશન અને SP ટુ DIGનાં પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે. પીયૂષ પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત પરત આવવા આદેશ કરી દેવાયો છે. તેમને રાજ્યના IB વિભાગમાં નિમણૂંક અપાય તેવી શક્યતા છે. અમદાવાદ સહિત આ જિલ્લાના SPની બદલીઓ ચર્ચામાં
{ અમદાવાદનાં ઝોન-1 અને ઝોન-7 DCPની બદલીની શક્યતા
{ રાજકોટ ગ્રામ્ય DIG પ્રમોશનનાં કારણે બદલાશે
{ વડોદરા ઝોન -3 પ્રમોશનનાં કારણે બદલાશે
{ સુરેન્દ્રનગર DSP પ્રમોશનનાં કારણે બદલાશે
{ CID ક્રાઈમનાં બેથીત્રણ DCP બદલાવાની શક્યતાં
{ મહેસાણા DSP પ્રમોશનનાં કારણે બદલાશે
{ સુરત ગ્રામ્ય DSP પ્રમોશનનાં કારણે બદલાશે
{ વડોદરા વેસ્ટર્ન રેલવે એસ.પી પ્રમોશનનાં કારણે બદલાશે
{ સુરત ઝોન-5 DCP પ્રમોશનનાં કારણે બદલાશે.
શમશેર સિંહ ડેપ્યુટેશન પર જશે, પોલીસ હાઉસિંગ ખાલી
લાંબા સમયથી ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર સામેની લડત લડી રહી છે. આ લડત વધુ મજબૂત બને તે માટે સ્વચ્છ છબી ધરાવતા શમશેરસિંહને રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોના વડા બનાવાયા હતા. જોકે હવે શમશેરસિંહનું ડેપ્યુટેશન પર જવાનું નક્કી થઈ ગયું છે એટલે એસીબીની જગ્યા ખાલી પડશે. આ ઉપરાંત પોલીસ હાઉસિંગમાં રહેલા અને નોનકરપ્ટની છાપ ધરાવનારા આવા બીજા અધિકારી એટલે કે હસમુખ પટેલે પણ રાજીનામું આપી દીધું છે, માટે પોલીસ હાઉસિંગની જગ્યા પણ હાલ ખાલી પડી છે.
DIGના પ્રમોશન આપ્યાં પણ બદલી બાકી!
SPથી DIGના પ્રમોશન આપ્યા બાદ 2010 બેચના આ અધિકારીઓને લાંબા સમયથી લગભગ તે જ જગ્યાએ રાખ્યા હતા. હવે તેમને પણ યોગ્ય પોસ્ટિંગ આપવામાં આવશે
{ શ્વેતા શ્રીમાળી – સાબરમતી જેલ
{ જયપાલસિંહ રાઠોડ – રાજકોટ ગ્રામ્ય
{ નિર્લિપ્ત રાય – એસ.એમ.સી. (સ્ટેટ મોનિટરીંગ સેલ)
{ દીપક મેઘાણી – લો એન્ડ ઓર્ડર
{ લીના પાટીલ – ડીસીપી ઝોન-૩ વડોદરા રાજ્યની આ મહત્ત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી { અમદાવાદ સેક્ટર-2 રાજકોટના TRP અગ્નિકાંડ સમયથી ખાલી
{ EOW (આર્થિક ગુના નિવારણ શાખા) જેમાં ફરિયાદની સંખ્યા વધી પણ લાંબા સમયથી ચાર્જમાં જ ચાલે છે.
{ એડમિન-વહીવટી બાબતોની બ્રાન્ચ પણ લાંબા સમયથી ચાર્જમાં છે.
{ IB રાજ્યની મહત્ત્વની બ્રાન્ચ છે છતાં આર. બી. બ્રહ્મભટ્ટના નિવૃત્ત થયા પછીથી ચાર્જમાં જ ચાલે છે.
{ SMCના એડિ. ડીજીનો સત્તાવાર ચાર્જ ખાલી, SC-ST સેલ ચાર્જમાં ચાલે છે. આ અધિકારીઓની બદલી થવાની શક્યતા અને તેની પાછળની ચર્ચા
અશોક યાદવ – રાજકોટ રેન્જ IG (લાંબા સમયથી સૌરાષ્ટ્રમાં જ છે તેમાં પણ રાજકોટ રેન્જમાં માટે સમય મર્યાદામાં બદલી આવી શકે છે)
ગૌતમ પરમાર- ભાવનગર રેન્જ (લાંબા સમયથી એક જ રેન્જમાં છે માટે સમયમર્યાદામાં બદલીની શક્યતા)
સંદીપસિંહ – વડોદરા રેન્જ ( લાંબા સમયથી એક જ જગ્યાએ છે માટે સમયમર્યાદામાં બદલીની શક્યતા)
નીરજ બડગુજર – અમદાવાદ સેક્ટર-1 (લાંબા સમયથી અમદાવાદ શહેરમાં જ ફરજ બજાવે છે. પહેલાં સેક્ટર-1થી JCP ક્રાઈમ અને ત્યાંથી પરત સેક્ટર-1 આવ્યાં. હવે કોઈ રેન્જમાં ટ્રાન્સફર થવાની શક્યતા.
CID ક્રાઈમમાં બે-બે એસ.પી. ધર્મેન્દ્ર શર્મા અને ભરત ટાંક બેમાંથી એક બદલાશે.
અભય ચૂડાસમા- અસામાજિક તત્ત્વોની વધી રહેલી ગુનાખોરીને ડામવા સરકાર અભય ચૂડાસમાને પણ રાજ્યની કોઈ મહત્ત્વની એજન્સીમાં નિમણૂક આપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
2011ના અધિકારીઓને પ્રમોશન અપાશે
હિતેષ જોયસર, તરુણ દુગ્ગલ, ચૈતન્ય માંડલીક, સરોજ કુમારી, રાજેન્દ્ર ચુડાસમા, આરોપી બારોટ, જી.એ. પંડ્યા, આરટી સુસરા, સુધા પંડ્યા અને સુજાતા મજમુદાર.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments