એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 25 નવેમ્બર, 2024ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. શશિ રુઈયાના પાર્થિવ દેહને 26 નવેમ્બરના રોજ બપોરે 1 થી 3 દરમિયાન રુઈયા હાઉસમાં રાખવામાં આવશે. અંતિમયાત્રા રુઈયા હાઉસથી સાંજે 4 વાગ્યે હિન્દુ વર્લી સ્મશાન માટે નીકળશે. પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક શશીએ 1965માં તેના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ કારકિર્દીની શરૂઆત કરી હતી. 1969માં શશીના ભાઈ રવિ રુઈયાએ એસ્સાર ગ્રુપની સ્થાપના કરી. કંપનીએ ચેન્નાઈ પોર્ટ ખાતે બાહ્ય બ્રેકવોટરના બાંધકામ સાથે તેની કામગીરી શરૂ કરી હતી. પીએમ મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો રુઈયાના નિધન પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં એક મહાન વ્યક્તિત્વ હતા. તેમણે કહ્યું કે તેમના દૂરંદેશી નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યાપાર લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમણે તેમના નિધનને અત્યંત દુખદાયી ગણાવ્યું હતું. એમણે X પોસ્ટ પર લખ્યું- “તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા અને હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ,” રૂઇઆ રાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોમાં પણ હતા રુઈયા અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોના સભ્ય હતા. તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની મેનેજિંગ કમિટીમાં હતા. તેઓ ભારત-અમેરિકા જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રુઈયા વડાપ્રધાનના ભારત-યુએસ સીઈઓ ફોરમ અને ઈન્ડિયા-જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય હતા. એસ્સાર ગ્રુપનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે કંપનીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, કંપનીનો બિઝનેસ 50થી વધુ દેશોમાં ફેલાયેલો છે. કંપની એનર્જી, મેટલ્સ અને માઇનિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને સર્વિસિસના સેક્ટરમાં કામ કરે છે. શશિ રુઈયાને બિઝનેસ ઈન્ડિયા બિઝનેસમેન ઓફ ધ યર એવોર્ડ 2010 પણ આપવામાં આવ્યો હતો.