દિલ્હીમાં વાયુ પ્રદૂષણ 2 દિવસ બાદ ફરી ગંભીર કેટેગરીમાં પહોંચી ગયું છે. મંગળવારે સવારે દિલ્હીના 18 વિસ્તારોમાં AQI 400ને પાર નોંધાયો હતો. આનંદ વિહારની હવા સૌથી વધુ ઝેરી છે. અહીં AQI 436 નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 18 નવેમ્બરથી 12 સુધીની સ્કૂલો ઓનલાઈન કરવામાં આવી હતી. હવે એક સપ્તાહ બાદ સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ 12 સુધીની તમામ સ્કૂલો હવે હાઇબ્રિડ મોડમાં ચાલી શકશે. એટલે કે સ્કૂલોમાં ફિઝિકલ અને ઓનલાઈન બંને રીતે વર્ગો ચાલશે દિલ્હીમાં પ્રદૂષણની અસર ઉત્તરાખંડ સુધી પહોંચી છે. નૈનીતાલમાં AQI 200ની નજીક પહોંચી ગયો છે. તેને ખરાબ કેટેગરીમાં ગણવામાં આવે છે. કેદારનાથ ઘાટીમાં વાદળી ધુમ્મસ છવાયું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દિલ્હીની પ્રદૂષિત હવાની અસર છે. કેવી રીતે દિલ્હીની હવા ઉત્તરાખંડમાં પ્રદૂષણમાં વધારો કરે છે… 3 પોઈન્ટ વરસાદ એ એકમાત્ર ઉપાય છે નિષ્ણાત વૈજ્ઞાનિકોના મતે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ વરસાદ છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે હવામાં રહેલા પ્રદૂષણના કણો દુર થાય છે, જે હવાની ક્વોલિટીમાં સુધારો કરે છે. જો કે મેદાની વિસ્તારોમાં પ્રદૂષણને અંકુશમાં લીધા વિના લાંબા ગાળે આ સમસ્યા ઉકેલવી મુશ્કેલ છે. હાલમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદની કોઈ આશા નથી.
પ્રદૂષણની 2 તસવીરો… સુપ્રીમ કોર્ટે કહ્યું- દિલ્હીમાં ગ્રેપ-4 પ્રતિબંધો લાગુ રહેશે
સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણ પર સુનાવણી કરી હતી. આમાં કોર્ટે કહ્યું- પ્રદૂષણ ઓછું ન થાય ત્યાં સુધી દિલ્હીમાં ગ્રેપ-4 લાગુ રહેશે. સુપ્રીમ કોર્ટે CAQM ને NCR અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો અને કોલેજોમાં વર્ગો ફરીથી શરૂ કરવા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન મળતું નથી અને ઘણા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન વર્ગોમાં હાજરી આપવા માટે જરૂરી સંસાધનો નથી. જો કે, કોર્ટે GRAPના ચોથા તબક્કાના નિયંત્રણોને હળવા કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે AQI સ્તરમાં સતત ઘટાડો થાય તો જ પ્રતિબંધો હટાવી શકાય છે. જ્યારે AQI 400 પાર કરે છે ત્યારે GRAP લાદવામાં આવે છે
હવાના પ્રદૂષણ સ્તરને ચકાસવા માટે, તેને 4 કેટેગરીમાં વહેંચવામાં આવે છે. દરેક કેટેગરી માટે ધોરણો અને પગલાં નિશ્ચિત છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) કહેવામાં આવે છે. તેની 4 કેટેગરીઓ હેઠળ, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે નિયંત્રણો લાદે છે અને પગલાં ભરે છે. ગ્રેપના સ્ટેજ