back to top
Homeગુજરાતખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો:કોંગ્રેસના સભ્યોએ એજન્ડા ફાડ્યાનો પ્રમુખનો આક્ષેપ; ગઈકાલે ભાજપના...

ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો:કોંગ્રેસના સભ્યોએ એજન્ડા ફાડ્યાનો પ્રમુખનો આક્ષેપ; ગઈકાલે ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્ય એ રાજીનામા આપ્યા હતા

ખંભાત નગરપાલિકામાં યોજાયેલી બોર્ડ બેઠકમાં હોબાળો થયો હતો. બોર્ડ બેઠક પહેલાથી જ પાલિકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ગઈકાલે ખંભાત નગરપાલિકામાં 8 જેટલા સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. સત્તા પક્ષના સભ્યોએ એકાએક રાજીનામું આપી દેતાં ખંભાત શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જે બાદ આજે ખંભાત નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં સામાન્ય સભા મળે એ પહેલા જ ખંભાત નગરપાલિકામાં પેન્શનરોએ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, આ બેઠકમાં કોંગ્રેસના સભ્યોએ એજન્ડા તેમજ અન્ય કાગળો ફાડી નાખ્યા હતા. ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠકમાં હોબાળો
નિવૃત્ત પાલિકા કર્મચારીઓને બોર્ડ બેઠકમાં એન્ટ્રી આપવા મામલે વિરોધ પક્ષે હોબાળો કરતા જ કોંગ્રેસના સભ્યોએ પણ તેમને સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસના સભ્યો દ્વારા એજન્ડા અને અન્ય કાગળોને ફાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા હતા. બંને પક્ષો નારાબાજી સાથે સભાખંડ છોડી બહાર નીકળી ગયા
​​​​​​​ગઈકાલે ભાજપના 6 અને અપક્ષના 2 મળી કુલ 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા તેમ છતાં આજની સભામાં ભાજપના 15 અને કોંગ્રેસના 12 સભ્યો હોવાથી બહુમતીના જોરે ભાજપે તમામ ઠરાવો મંજૂર કર્યા હતા. પાલિકામાં થયેલા હોબાળાને લઈ ઠરાવોની ચર્ચા થઈ શકી ન હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો નારાબાજી સાથે સભાખંડ છોડી બહાર નીકળી ગયા હતા. વિવાદ શાંત ન થતાં પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે આવી અને પેન્શનરો અને વિપક્ષના નેતાઓને બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ એજન્ડા ફાડ્યાનો પ્રમુખનો આક્ષેપ​​​​​​​​​​​​​​
ગતરોજ ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રમુખ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતાં મામલો ગરમાયો હતો. ઉલ્લેખનીય છે કે, ઠરાવો અને કામ કર્યા પૂર્વે જ કોન્ટ્રાક્ટરોને કમિશનો માટે નાણા ચૂકવી દેવાનો આક્ષેપ કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યો છે. ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. સત્તાપક્ષના 22 સભ્યોમાંથી 8 સભ્યોએ રાજીનામાં આપ્યા છે, જેમાં 6 ભાજપના અને 2 અપક્ષના સભ્યોનો સમાવેશ થાય છે. ભાજપના 6 અને અપક્ષના 2 સભ્યના રાજીનામાં
​​​​​​​ખંભાત નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી રાજકરણ ગરમાયેલું હતું. નગરપાલિકાના હાલના પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારની કામગીરી સામે સભ્યોની નારાજગીને લઈ છેલ્લા ઘણા સમયથી ખૂબ મોટા વિવાદો ચાલી રહ્યા હતા. જે વિવાદો ચરમસીમાયે પહોંચતા આજ રોજ ભાજપના છ અને અપક્ષના બે કાઉન્સિલરે આવતીકાલે યોજનાર ખંભાત નગરપાલિકાની બોર્ડ બેઠક પહેલાં જ રાજીનામાં આપતાં ખંભાત શહેરના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બારોબાર કોન્ટ્રાક્ટરોને કમિશનો માટે નાણા ચૂકવી દીધાનો આક્ષેપ​​​​​​​
ઘણા બધા સભ્યોનું કહેવું હતું કે, નગરપાલિકાના પ્રમુખ પાસે અમે કોઈપણ કામ લઈને જઈએ તો પ્રમુખ અમારા કામો પર ધ્યાન નહોતા આપતા, વાયદા પર વાયદા કરતા હતા અને પોતાની મનમાની કરતા હતા. ઘણા બધા સભ્યોનું એ પણ કહેવું હતું કે, નગરપાલિકામાં થયેલા કામો અને કોન્ટ્રાક્ટરને ચૂકવવાના બીલોમાં પ્રમુખ કોઈપણ સભ્યોને જાણ કર્યા વગર જ બારોબાર આ બિલો ચુકવી દેતા હતા. બહારથી સભ્યોને જાણ થાય ત્યારે ખબર પડતી કે નગરપાલિકાના આ બિલો પ્રમુખે ચૂકવી દીધા છે. કોણે કોણે આપ્યા રાજીનામાં
સત્તાપક્ષના ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા, કારોબારી ચેરમેન જીતેન્દ્ર ખારવા, હેતલબેન કરશનભાઈ ભીલ, નિશાદબાનું મો. સોએબ મન્સૂરી, સુનિતાબેન રાજુભાઈ વાઘરી, શાંતાબેન ભૂપતભાઈ માછી, તેજલબેન સાગરકુમાર સોલંકી, કામિનીબેન હિરેનભાઈ ગાંધીએ રાજીનામાં આપ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments