એક્ટ્રેસ અને ‘બિગ બોસ 13’ ફેમ માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ‘બિગ બોસ 13’માં તેણે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દીધા હતા. તેણે ઇન્ડસ્ટ્રીમાં લાંબો સમય વિતાવ્યો છે અને હજુ પણ એક્ટિવ છે. જો કે, હાલમાં તે તેના પર્સનલ જીવનને હેડલાઇન્સમાં આવી છે. તાજેતરમાં તેણે એક ફોટો શેર કર્યો હતો, જેના પર ક્રિકેટર મોહમ્મદ સિરાજે રિએક્શન આપ્યું અને ત્યારથી જ ડેટિંગના સમાચાર વાઈરલ થઈ રહ્યાં છે. માહિરા શર્મા પારસ છાબરાને ડેટ કરતી હતી
માહિરા શર્મા અને પારસ છાબરા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. તે લિવ-ઈન રિલેશનશિપમાં હતાં પરંતુ થોડા સમય પહેલાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. તેમને લાગ્યું કે બંને એકબીજા માટે નથી બન્યાં. હવે બંને પોતાને સિંગલ કહે છે. માહિરા શર્માએ એક ઈન્ટરવ્યુમાં તો ત્યાં સુધી કહ્યું હતું કે તે સ્ક્રીન પર પરિણીત રોલ કરવા નથી માંગતી કારણ કે તે આ બધું તેના પતિ સાથે કરવા માંગે છે. તે દરરોજ તેના પતિ પાસેથી સિંદૂર લગાવવા માંગે છે અને તેના સાસુ અને સસરાના ચરણ સ્પર્શ કરવા માંગે છે. માહિરા શર્માની પોસ્ટ પર મોહમ્મદ સિરાજનું રિએક્શન
લેટેસ્ટ પોસ્ટમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. બેકલેસ બ્લાઉઝ સાથે તે સ્ટાઇલિશ અંદાજ જોવા મળી હતી. ભારતીય ક્રિકેટર મોહમ્મદ સિરાજે પણ એકટ્રેસની આ પોસ્ટને લાઈક કરી હતી, જે બાદ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે બંને એકબીજાને ડેટિંગ કરી રહ્યાં છે? 26 વર્ષની એક્ટ્રેસ પર ફિદા થયો સિરાજ!
જો કે, બંને તરફથી આવું કંઈ કહેવામાં આવ્યું નથી. બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી. પરંતુ ફેન્સ ખુશ છે કે પારસ પછી માહિરાને જીવનસાથી મળી ગયો છે. પરંતુ હજુ સુધી આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. ક્રિકેટરો અને એક્ટ્રેસ વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો લાંબો
25 નવેમ્બરે માહિરાનો જન્મદિવસ હતો, તેણે સોશિયલ મીડિયા પર કેક સાથે સુંદર તસવીર શેર કરી હતી. ક્રિકેટરો અને એક્ટ્રેસ વચ્ચેના સંબંધોનો ઈતિહાસ ઘણો લાંબો છે. શુભમન ગિલનું નામ પણ ઘણી એક્ટ્રેસ સાથે ચર્ચાતું રહે છે.