સુરતમાં ફાઈન આર્ટસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આજે તેના લગ્નનો દિવસ હતો, પરંતુ તે લગ્નના ગણતરીના કલાકો બાકી હતા અને પીઠીની વિધિ પૂર્ણ કર્યા બાદ પીઠીના જ કપડામાં તમન્ના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી હતી. આજે લગ્ન અને પરીક્ષા બન્ને એક જ દિવસે
સાહસ અને સપનાની વચ્ચે કોઈ અવરોધ ન હોઈ શકે. તેનો ઉત્સાહ અને મહેનત યુવતીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તમન્ના ચૌધરી સવારે પીઠીની વિધિ પૂર્ણ કરીને પીઠીના જ કપડામાં પરીક્ષા ખંડમાં પહોંચી હતી. તેની હાથમાં લાગેલી હલદી અને મેહંદી જોઈને જ બધા દંગ રહી ગયા. 23 વર્ષની તમન્ના માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે આજે તેના લગ્નની સાથે સાથે ફાઈન આર્ટસના પહેલાં વર્ષની પરીક્ષા શરૂ થવાની હતી. તમન્ના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પહેલેથી જ મેળવી ચૂકી છે, પરંતુ ફાઇન આર્ટ્સમાં પણ તેને વિશેષ રસ હોવાથી તેણે ફાઇન આટ્સમાં એડમિશન લીધું. આજે લગ્ન અને પરીક્ષા બન્ને એક જ દિવસે હોવા છતાં, તમન્ના બન્ને માટે સંપૂર્ણ રીતે તૈયાર રહી. છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે
તમન્ના માટે લગ્નના ઘરના વ્યસ્ત સમયકાળમાં અભ્યાસ માટે સમય કાઢવો આસાન ન હતો. આ વિશે તમન્નાએ જણાવ્યું કે, “મને વાંચવાનો ખૂબ શોખ છે. આજે મારા જીવનના બે મહત્વના પ્રસંગ છે – એક મારી પરીક્ષા અને બીજા મારા લગ્ન. છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્વનું છે, કેમ કે તે તેમને મજબૂત અને આત્મનિર્ભર બને છે. હું કોઈ દબાણમાં પરીક્ષા આપવા આવી નથી. હું પરીક્ષા નહીં આપીશ તો વર્ષ બગડી જશે. ભણવાનો મને શોખ છે અને આ માટે હું પરીક્ષા આપવા માટે આવી છું. પરિવારજનોએ પણ તેમની આ પ્રશંસનીય પહેલમાં સંપૂર્ણ સહયોગ આપ્યો અને તેમને પ્રોત્સાહિત કરી.