સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ તાજેતરમાં જ છૂટાછેડા પછીના પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે છૂટાછેડા પછી તેને ‘સેકન્ડ હેન્ડ’ જેવી વાતો સાંભળવી પડી હતી.એક્ટ્રેસે કહ્યું કે છૂટાછેડા પછી સમાજમાં મહિલાઓની ઓળખ અને મૂલ્ય પર પ્રશ્ન થાય છે. તેમણે આ માનસિકતા સામે પોતાનો મત વ્યક્ત કર્યો હતો અને આ અંગે વિચારવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. સામંથાએ ‘ગલાટા ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘જ્યારે કોઈ મહિલા છૂટાછેડા લે છે ત્યારે તેને શરમ અને કલંકનો સામનો કરવો પડે છે. છૂટાછેડા લીધેલી મહિલાઓ પર લોકો ઘણી ટિપ્પણી કરે છે. લોકો મને સેકન્ડ હેન્ડ કહેતા હતા, વપરાયેલી છે તેનું જીવન બરબાદ થઈ ગયું છે તેવી કમેન્ટ કરતા અને ફક્ત આટલું જ નહીં, છૂટાછેડા લીધેલી મહિલાને એવું અહેસાસ કરાવવામાં આવે છે કે તે નિષ્ફળ છે કારણ કે તે એક સમયે પરિણીત હતી અને હવે નથી. સામંથાએ કહ્યું, ‘મારા વિશે ઘણી ખોટી વાતો કહેવામાં આવી હતી. જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા હતા. એ વખતે મને એમને જવાબ આપવાનું મન થયું. પણ પછી મને લાગતું હતું કે એક ક્ષણ માટે આ લોકો મારા વખાણ કરશે, પણ થોડા સમય પછી ફરી તમારા વિશે ટિપ્પણી કરશે. સામંથાએ કહ્યું, ‘પહેલાં મને આ બધી બાબતો વિશે ખૂબ જ ખરાબ લાગતું હતું. હું એક ખૂણામાં બેસીને ખૂબ રડતી, હું કેવી રીતે જીવવું તે ભૂલી ગઈ હતી. પણ પછી ધીરે ધીરે મને સમજાયું કે મારું જીવન પૂરું થયું નથી. મેં બધું સંભાળવાનું શરૂ કર્યું અને આજે હું મારા જીવનમાં ખૂબ ખુશ છું. હું ઘણું શીખી છું. હું સારું કરી રહી છું, અને હું મારા જીવનના આગલા તબક્કાની રાહ જોઈ રહી છું. સામંથા અને નાગ ચૈતન્યના 2021માં છૂટાછેડા થઈ ગયા
સામંથાએ વર્ષ 2017માં સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગ ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી સામંથાને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો. તે જ સમયે, નાગ ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ 8 ઓગસ્ટના રોજ સગાઈ કરી હતી. બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પ્રાઇવેટ સેરેમનીની કેટલીક તસવીરો પણ શેર કરી છે.