ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ પોતાનું વિરોધ- પ્રદર્શન સમેટી લીધુ છે. પાકિસ્તાની વેબસાઈટ ધ ડોનના અનુસાર પાર્ટીએ બુધવારે સવારે આની જાહેરાત કરી હતી. PTIએ કહ્યું કે આગળનો કોઈપણ નિર્ણય ઈમરાન ખાનની સલાહ પર લેવામાં આવશે. PTIએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ‘સરકાર નિઃશસ્ત્ર નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવા માટે તૈયાર છે. ઈસ્લામાબાદને કતલખાનું બનતું અટકાવવા માટે તેઓ તેમના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને હંગામી રીતે સ્થગિત કરી રહ્યા છે. ઈમરાન ખાનની પત્ની બુશરા બીબી અને ખૈબર પખ્તુનખ્વાના સીએમ અલી અમીન ગંડાપુર પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, ગંડાપુરે મંગળવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓને ઘરે જવા કહ્યું હતું. ગૃહમંત્રી મોહસિન નકવીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને ધરપકડના ડરથી ભાગી ગયા હતા. 4 તસવીરોમાં જુઓ પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન… મંત્રી તરારે કહ્યું- સંસદ ભવન પર હુમલો કરવાનો પ્લાન હતો ડોને સૂત્રોને ટાંકીને લખ્યું છે કે ગંડાપુર અને બુશરા બીબીએ વિરોધ પ્રદર્શનમાંથી ચાલ્યા ગયા હતા અને ત્યારથી તેમની કોઈ ભાળ નથી. પાકિસ્તાનના સૂચના મંત્રી અતા તરારએ દાવો કર્યો હતો કે બંને ખૈબર પખ્તુનખ્વા પરત ફર્યા છે. તરારનો આરોપ છે કે PTIએ સંસદ પર પણ હુમલો કરવાનો પ્લાન કર્યો હતો. તેમણે કહ્યું કે આ કારણોસર ભાગતી વખતે તેમણે કન્ટેનરને આગ લગાવી દીધી. નાસી છૂટતા પહેલા તેઓ આ કન્ટેનરમાં રહેતા હતા. તેઓ ઇચ્છતા ન હતા કે સુરક્ષાકર્મીઓને તેમના ગયા પછી પ્રદર્શન સંબંધિત પુરાવાઓ મળે. ઈમરાન ખાનની મુક્તિ અંગે પાકિસ્તાનમાં 24 નવેમ્બરે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. 3 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 7 લોકોએ જીવ ગુમાવ્યા. જેમાં 4 પ્રદર્શનકારીઓ અને 3 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. સુરક્ષાકર્મીઓએ 500થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ પણ કરી છે. સેનાએ દેખાવકારોને ખદેડ્યા હતા ઇમરાન ખાનના સમર્થકો મંગળવારે બપોરે ઇસ્લામાબાદના ડી-ચોક પહોંચ્યા હતા. આ વિસ્તારમાં સંસદ, પીએમ, રાષ્ટ્રપતિ કાર્યાલય અને સુપ્રીમ કોર્ટ આવેલી છે. જોકે, પાકિસ્તાની પોલીસ અને સેનાએ રાત્રે 8 વાગ્યા પછી દેખાવકારોને ખદેડ્યા હતા. મંગળવારે દિવસભર સંઘીય રાજધાનીમાં સુરક્ષાકર્મીઓ સાથે પીટીઆઈ સમર્થકોની અથડામણ થઈ હતી. પ્રદર્શન દરમિયાન 60થી વધુ લોકો ઘાયલ થયા હતા કારણ કે બંને પક્ષો દ્વારા ટીયર ગેસ અને રબરની ગોળીઓવરસાવવામાં આવી હતી. હિંસાનો સામનો કરવા માટે રાજધાની ઈસ્લામાબાદમાં કલમ 245 લાગુ કરવામાં આવી હતી. દેખાવકારોને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસકર્મીના મોતના મામલામાં ઈમરાન સામે કેસ નોંધવામાં આવ્યો છે તક્ષશિલા પોલીસે મંગળવારે એક પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુના સંબંધમાં ઈમરાન ખાન અને સીએમ ગંડાપુર સામે કેસ નોંધ્યો છે. એફઆઈઆર જણાવે છે કે ટીયર ગેસ, રબર બુલેટ ગન અને અન્ય હથિયારોથી સજ્જ દેખાવકારોએ પોલીસ અધિકારીઓ પર હિંસક હુમલો કર્યો હતો. એફઆઈઆર મુજબ, પીટીઆઈ સાથે જોડાયેલા લોકોએ કોન્સ્ટેબલ મુબશીર હસનને ઈજા પહોંચાડી હતી અને લાલ વેનમાં તેનું અપહરણ કર્યું હતું. આ પછી તેને હકાલા બ્રિજ નીચે ફેંકી દેવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ હસનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું.