તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે બુધવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે ચીન તેની સરહદ પર સૈન્ય ગતિવિધિઓ વધારી રહ્યું છે. બુધવારે સવારે લગભગ 17 ચીની વિમાનો અને 7 જહાજો તાઈવાનની સરહદ નજીક પહોંચ્યા હતા. જેમાંથી 10 એરક્રાફ્ટ તાઈવાનની એરસ્પેસમાં પણ ઘૂસી ગયા છે. ચીને છેલ્લા ઘણા દિવસોમાં તાઈવાનની સરહદમાં ઘૂસણખોરી વધારી છે. આ પહેલાં મંગળવારે પણ તાઈવાન બોર્ડર પાસે 5 ચીની એરક્રાફ્ટ અને 7 જહાજ જોવા મળ્યા હતા. જેમાંથી 4 એરક્રાફ્ટ તાઈવાનના એરસ્પેસમાં પ્રવેશ્યા હતા. સોમવારે પણ ચીનના 12 વિમાનો અને 7 જહાજોએ તાઈવાનની સરહદ પાર કરી હતી. ચીનની સતત ઘૂસણખોરીને કારણે તાઈવાને સુરક્ષા કડક કરવાનો નિર્ણય લીધો છે. આ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અમેરિકન વિમાનો પર નજર રાખી રહ્યું છે ચીન
ચીને મંગળવારે યુએસ નેવી એરક્રાફ્ટની દેખરેખ માટે તેના લશ્કરી વિમાન અને નૌકાદળના જહાજો તૈનાત કર્યા છે. યુએસ નેવીના 7મા ફ્લીટના P-8A પોસેઇડન એરક્રાફ્ટે ચીન અને તાઈવાન વચ્ચેના દરિયાઈ માર્ગેથી ઉડાન ભરી હતી. ચીને અમેરિકાના પગલાની ટીકા કરી હતી અને તેને ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે ખતરો ગણાવ્યો હતો. તે જ સમયે, અમેરિકાએ તેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર પેટ્રોલિંગ માટે યોગ્ય ઠેરવ્યું હતું. ચીન અને તાઈવાન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકા તાઈવાનને સૌથી વધુ હથિયાર આપનાર દેશ છે. ચીને તાઈવાનના પુસ્તકો જપ્ત કર્યા
ચીને તાઈવાનમાં નિકાસ કરવામાં આવતા ઘણા પુસ્તકો જપ્ત કર્યા છે. ચીને આરોપ લગાવ્યો કે આ પુસ્તકોમાં તાઈવાનને અલગ દેશ દર્શાવતો નકશો છે. ચીને આ પુસ્તકોને વન ચાઈના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાવીને જપ્ત કર્યા છે. ચીનના કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પુસ્તકોમાં વિવાદિત નકશા હતા. જેમાં તાઈવાનને એક અલગ દેશ તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ સિવાય સાઉથ ચાઈના સી પણ ચીનનો હિસ્સો નહોતો. જપ્ત કરાયેલ પુસ્તકો ઈતિહાસ અને ભૂગોળના હતા. તાઇવાન જુનિયર હાઇ-સ્કૂલના બાળકો માટે ચીનમાંથી આ આયાત કરે છે.