back to top
Homeગુજરાતચાર ટ્રક સામાન જપ્ત:વડોદરા અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપરના લારી-શેડના...

ચાર ટ્રક સામાન જપ્ત:વડોદરા અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપરના લારી-શેડના દબાણો દૂર કરાયા, ટોળા એકઠા થયા

ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફાળા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફાફડાટ વ્યાપી ગયો છે. શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે‌‌ ત્યારે આજે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ ઉપરના લારી -કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા ચાર ટ્રક સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા લીધો હતો. સ્થાનિકોએ સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી
પાલિકાની દબાણ શાખા દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના અકોટા વિસ્તારમાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપર વધી ગયેલા લારીઓના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા જ સ્થાનિક લોકો પોતાની લારીઓ તેમજ બનાવેલા શેડનો સામાન બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો
જોકે, વડોદરા મહાનગર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દુકાનોની બહાર મુકવામાં આવેલી ગેરકાયદેસર કેબીન, શેડ, લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાન જપ્ત કર્યો હતો. દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર, ટીડીઓ હાજર રહ્યા હતા અને દબાણો દૂર કરાયા હતા. લોકો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો ​​​​​​​
સ્થાનિક લોકો તેમજ ગેરકાયદેસર લારીઓ ઉભી રાખનાર વેપારીઓ દ્વારા અધિકારીઓને લારીઓ ઉઠાવી જવા સામે રજૂઆત પણ કરી હતી પરંતુ, પાલિકા દ્વારા શેહશરમ રાખ્યા વિના કાર્યવાહી ચાલુ રાખી હતી. કેટલાક લોકો દ્વારા રોષ પણ ઠાલવવામાં આવ્યો હતો. વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. પરંતુ, સ્થાનિક પોલીસનો સ્ટાફ હોવાથી કોઇ અપ્રિય ઘટના બની ન હતી. લારીઓ, કેબિનો, કાચા પાકા શેડ સહિતના દબાણો દૂર કરાયા
​​​​​​​વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-12ના રેવન્યુ ઓફિસર ગણેશ તડવીએ જણાવ્યું હતું કે, આજે અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના માર્ગ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કોઇ જાતનો વિરોધ થયો નથી. કામગીરી શાંતિપૂર્ણ પૂરી થઇ હતી. આ રોડ ઉપરથી લારીઓ, કેબિનો, કાચા પાકા શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments