બ્રિટનમાં એક મહિલાએ તેના પૂર્વ બોયફ્રેન્ડની હાઈ ડ્રાઈવ જેમાં 5900 કરોડ રૂપિયાના બિટકોઈન કોડ હતા તે કચરામાં ફેંકી દીધા હતા. ડેઈલી મેલ સાથે વાત કરતા હેફિના એડી-ઈવાન્સ નામની મહિલાએ જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલા તેના એક્સ બોયફ્રેન્ડ જેમ્સ હોવેલ્સે તેને સફાઈ દરમિયાન કચરો ફેંકવાનું કહ્યું હતું. મને ખબર ન હતી કે તેમાં શું હતું. તેને ગુમાવવામાં મારી ભૂલ નહોતી. તે હાર્ડ ડ્રાઈવને ન્યૂપોર્ટ લેન્ડફિલમાં કચરા સાથે ડમ્પ કરવામાં આવી હતી. તે હજુ પણ ત્યાં 100,000 ટન કચરા નીચે દટાયેલી છે. જોકે, હવે તેને મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. હોવેલ્સે 2009માં 8,000 બિટકોઈનનું ખાણકામ કર્યું હતું, પરંતુ તેને પાછળથી ખ્યાલ આવ્યો હતો કે ક્રિપ્ટો કોડ ધરાવતી હાર્ડ ડ્રાઈવ ખોવાઈ ગઈ હતી. એડી-ઈવાન્સે કહ્યું કે જો તે હાર્ડ ડ્રાઈવ મળી જાય, તો મને તેમાંથી કંઈ જોઈતું નથી, બસ તેઓ તેના વિશે વાત કરવાનું બંધ કરે. હોવેલ્સની માનસિક સ્થિતિ પર આ ઘટનાની ખૂબ જ ખરાબ અસર પડી હતી. સિટી કાઉન્સિલ પર રૂ. 4,900 કરોડનો દાવો માંડ્યો હોવેલ્સે ન્યુપોર્ટ સિટી કાઉન્સિલને લેન્ડફિલનું ખોદકામ કરવા માટે ઘણી વખત અપીલ કરી છે. પરંતુ, પર્યાવરણીય ચિંતાઓને ટાંકીને દર વખતે તેમની અપીલ નકારી કાઢવામાં આવે છે. હોવેલ્સે ન્યૂપોર્ટ સિટી કાઉન્સિલ પર રૂ. 4,900 કરોડનો દાવો માંડ્યો છે, તેના પર લેન્ડફિલની ઍક્સેસને અવરોધિત કરવાનો આરોપ મૂક્યો છે. હોવલ્સે વચન આપ્યું છે કે જો હાર્ડ ડ્રાઈવ મળી જશે, તો તે ન્યૂપોર્ટ બ્રિટનના દુબઈ અથવા લાસ વેગાસ બનાવવા માટે તેની સંપત્તિના 10% દાન કરશે. હાલમાં તેની કાનૂની લડાઈ ચાલી રહી છે, જેની સુનાવણી ડિસેમ્બરની શરૂઆતમાં થવાની છે. એક બિટકોઈનની કિંમત 80 લાખ રૂપિયાથી વધુ
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં જોરદાર તેજી જોવા મળી હતી. બિટકોઈનની કિંમતમાં 30% થી વધુનો વધારો થયો છે. ભારતીય રૂપિયામાં એક બિટકોઈનની કિંમત 80 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. ક્રિપ્ટોકરન્સીનો ઇતિહાસ