‘’હું પહેલા જરૂરથી વધુ પ્રતિક્રિયા આપતી હતી, પરંતુ ક્યારેય ફાયદો મળ્યો નથી. તેને બદલે સ્થિતિ વધુ બગડતી હતી કારણ કે તેનાથી વધુ ડ્રામા, તણાવ, ભ્રમ પેદા થતો હતો.’’ લેખિકા કોર્ટન કાર્વર કહે છે કે ‘’તેનો એ અર્થ નથી કે કોઇ વાત પર ગુસ્સે ના થવું. તમારો તણાવ અને ગુસ્સો કંઇ જ બદલશે નહીં, બસ તમને બીમાર બનાવશે. એ વિચારો કે તમે શાંતિ ગુમાવ્યા વગર શું કરી શકો છો. ઓછી પ્રતિક્રિયા આપવી એટલે કે ‘’અંડરરિએક્ટ’’ થવાનો અભ્યાસ વધુ શક્તિશાળી હોય શકે છે. જાણો શાંત અને સચેત રહીને આપણે કઇ રીતે સ્વયંનો ખ્યાલ રાખી શકીએ છીએ. ઉર્જા વ્યર્થ ન કરો: કોર્ટની કહે છે કે ‘’મે વિચારોને છોડવાનું શીખી લીધું છે. મેડિટેશન કરવા સમયે કોઇ વિચાર આવે છે, તો હું વિચારું છું કે તેને હું નિયંત્રણમાં રાખીશ અથવા બસ એમ જ જવા દઇશ. પરંતુ તેને મારા પર હાવી નહીં થવા દઉં. દરમિયાન સ્વયંને વર્તમાનમાં રાખવાનો અભ્યાસ પણ મદદરૂપ થઇ શકે છે, જેમ કે માઇન્ડફૂલ બ્રીધિંગ અથવા ફરવા જવું, જે દરમિયાન તમને અનેક અનુભૂતિ થાય છે. દરેક વસ્તુ આપણા નિયંત્રણમાં નથી એ સમજવાની જરૂર છે. એટલે જ તેના પર ઓવરરિએક્ટ કરીને ઉર્જા વ્યર્થ કરવી એ સમજદારી નથી. પ્રભાવનું આકલન કરો: સ્વયંને પૂછો કે શું આપણને તેની પરવા છે? નથી, તો તે અંગે ચિંતા ન કરો. તમે તમારા મગજને કોઇપણ વસ્તુ સાથે સરળતાથી જોડી શકો છો. પરંતુ જો તમે વિચારને સમજો છો અને નક્કી કરો છો કે તમને પરવા નથી, તો તેને સ્વયંથી દૂર કરવું સરળ બનશે. ક્યાંક બીજે ધ્યાન લગાડો: કોઇ વિચાર પરેશાન કરી રહ્યો હોય તો નવા વિષય પર પૉડકાસ્ટ સાંભળો, ક્રૉસવર્ડ ઉકેલો. કંઇક નવું બનાવવાના કામ પર ફોકસ કરો. એવું કંઇક કરો જે ઓછી પ્રતિક્રિયા આપવામાં મદદરૂપ બને. ભૂખ, ઇજા, થાક અથવા ચિંતા પણ ઓવરરિએક્શનને વધારી શકે છે. દરમિયાન ઊંડા શ્વાસ લો, દૂર ફરવા નીકળો. સૌથી જરૂરી…સોશિયલ મીડિયાથી દૂર રહો. સ્પષ્ટ રહો: કોર્ટની પોતાની અંદર ઉમટી રહેલા વિચારોને કાગળ પર લખે છે જેથી વિચારો પરેશાન ન કરી શકે. પોતાના ડર, અસુરક્ષા અને ગુસ્સાને કાગળ પર જોવાથી સુકૂન મળે છે. તેનાથી તે સ્પષ્ટતાથી જોઇ શકે છે કે કેના પર ધ્યાન આપણે કઇ રીતે સ્વયંનો ખ્યાલ રાખી શકીએ છીએ. આપવાની જરૂર છે અને ક્યાં મુદ્દા પર ઉર્જાનો વ્યર્થ કરવાનો નથી. થોડો સમય લો: જો મોટું પગલું લેવાનો સમય ન હોય, તો નાના પગલાંથી શરૂ કરો. 5 મિનિટનો આરામ પ્રતિક્રિયાની તીવ્રતા ઘટાડી શકે છે. માત્ર જવાબ આપવામાં વધુ સમય લો અથવા કહો ‘’મારે વિચારવા માટે સમય જોઇએ છે, વાતચીત રોકી દો. ઓછી પ્રતિક્રિયા એટલે લોકોને દેખાડવા માટે ધીરજ રાખવાની નથી. તે સ્વયંનો ખ્યાલ રાખવા અને ઉથલપાથલમાં નુકસાનને મર્યાદિત કરવાને લઇને છે.