યુએસની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ ટ્રમ્પ પોલિસીની વૈશ્વિક સ્તરે આર્થિક અને માર્કેટ પર શું અસર જોવા મળી શકે છે? આપણે એક પ્રસ્તાવ અને તેની યુએસની રાજકોષીય ખાધ પર થનારી અસર અંગે અવગત છીએ, પરંતુ શું એકંદરે આ અસર માત્ર મર્યાદિત જ હશે. શું અનેકવિધ આર્થિક પરિબળો પોલિસી પર અસર કરે છે? ફેડ દ્વારા રેપોરેટમાં વધારા છતાં યુએસનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે અને તાજેતરમાં જ રજૂ કરાયેલા ડેટા ત્યાંના અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. ગત વર્ષે જીડીપીના આંકડાઓમાં પણ ફેરફાર થયો હતો. જો કે રાજકોષીય ખાધ જીડીપીના 6.4% છે (અર્થતંત્રના સારા પ્રદર્શન વખતે આ સ્થિતિ છે) અને તે 10 વર્ષ બાદ પણ તે 7%ની આસપાસ રહી શકે છે. ટ્રમ્પની પ્રસ્તાવિત યોજનાઓથી આગામી 10 વર્ષમાં રાજકોષીય ખાધ પણ 7%ને બદલે વધીને 10%ની આસપાસ પહોંચી જશે. તેમાં મહત્વનો ફાળો વર્ષ 2017માં જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારથી ચાલતો આવતો જોબ એક્ટ અને ટેક્સ કટ છે. જેમાં વ્યક્તિગત આવક, એસ્ટેટ અને ગિફ્ટ ટેક્સના ઓછા સ્તર અને કંપનીઓ દ્વારા કેટલાક રોકાણ પર કપાતની જોગવાઇ સામેલ છે. જો તેને વર્ષ 2025ના અંત સુધી વિસ્તારવામાં આવશે, તો તેનાથી આગામી 10 વર્ષમાં જ રાજકોષીય ખાધમાં વધુ $5.3 ટ્રિલિયનનો ઉમેરો થશે. જો કે કેટલાક પગલાંઓને કારણે બચત વધી શકે છે પરંતુ સરકારી ખર્ચમાં પણ ઘટાડો થઇ શકે છે તેવું બંધન AMCના ફિક્સ્ડ ઇનકમના અર્થશાસ્ત્રી અને વાઇસ પ્રેસિડેન્ટ શ્રીજિત બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું. ટ્રમ્પ જ્યારે 2017-2020 દરમિયાન રાષ્ટ્રપતિ હતા ત્યારથી આજે આર્થિક સંદર્ભ તદ્દન અલગ છે. યુએસમાં વૃદ્ધિદર સ્થિતિસ્થાપક રહ્યો છે પરંતુ તાજેતરમાં ફેડ દ્વારા રેટકટ છતાં છેલ્લા કેટલાક સમયથી ઉચ્ચત્તમ સ્તરે રહેલા દરોની અસરથી અર્થતંત્ર બચી શકે નહીં. ક્રેડિટ કાર્ડ અને ઓટો લોનને લઇને ગુના વધી રહ્યા છે. ઇમિગ્રેશનમાં ઘટાડો અને ઊંચા ખર્ચે કોર્પોરેટ રિફાઇનાન્સિંગની પણ અસર જોવા મળી શકે. યુરોપ પણ ઉચ્ચ ફુગાવો, કડક મોનેટરી પોલિસી અને ઉચ્ચ રાજકોષીય ખાધ જેવા પડકારોનો સામનો કરી રહ્યું છે અને ત્યાં ગ્રોથ પણ નબળો છે. અહીં યુરોપિયન સેન્ટ્રલ બેન્ક દ્વારા ઝડપી રેટકટને લઇને પણ અટકળો પ્રવર્તી રહી છે. ચીનના રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદી છે અને ગ્રાહકોની માંગ પણ નબળી પડી છે. ગ્લોબલ મેક્રોઇકોનોમિક ડેટા પણ મહત્ત્વપૂર્ણ સાબિત થશે
અગાઉ ટ્રમ્પ પ્રેસિડેન્ટ હતા ત્યારે પણ ભારત પરની અસર મધ્યમ હતી. જેનું કારણ સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની આયાત પર વધુ ટેરિફ માટેના દેશોની યાદીમાંથી ભારતને બાકાત રાખવાનો ઇનકાર હતો. આ વખતે, જો યુએસ ઓઇલનું ઉત્પાદન વધારે તો તેનાથી ઓઇલની કિંમતોને લઇને ફાયદો થઇ શકે છે અને ચાઇના+1થી પડકારો જોવા મળી શકે છે પરંતુ તે આપણી પોલિસી અને ક્ષમતા પર નિર્ભર રહેશે. એટલે જ, આપણે અનિશ્ચિતતા માટે તૈયાર રહેવું પડશે જો કે, ગ્લોબલ મેક્રોઇકોનોમિક ડેટા પણ મહત્વપૂર્ણ સાબિત થશે. ટ્રમ્પ ઇવી પરની ટેક્સ ક્રેડિટ નાબૂદ કરે તો તેનાથી વેચાણ પર અસર થઇ શકે
અમેરિકામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ પદ સંભાળ્યા બાદ ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ બંધ કરી દેશે. તેમ છતાં ઑટો ઇન્ડસ્ટ્રી ઇવીને લઇને પોતાની યોજનાઓ પર પીછેહઠ કરવાના મૂડમાં નથી. ઇન્ડસ્ટ્રીએ ઇવી પર મોટું રોકાણ કર્યું છે. સેન્ટર ફૉર ઑટો રિસર્ચના આંકડાઓ અનુસાર, ઇન્ડસ્ટ્રી ઇવીના પ્લાનિંગ, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પર અત્યાર સુધી અંદાજે રૂ.16,000 કરોડનો ખર્ચ કરી ચુકી છે. અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ઇવીના ખરીદદારોને છૂટછાટ આપવા માટે રૂ.6.32 લાખ સુધી ફેડરલ ટેક્સની ટીકા કરી હતી. તેમણે તેને ગ્રીન કૌભાંડ કહ્યું હતું. એ પણ કહ્યું હતું કે ટેક્સ ઑટો ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દેશે. જણાવાઇ રહ્યું છે કે ટ્રમ્પની ટીમ ટેક્સ ક્રેડિટ ખતમ કરીને અને બાઇડેન વહીવટીતંત્ર દ્વારા લાગૂ કરાયેલી ફ્યૂલ-ઇકોનોમીના સખત નિયમોને પરત લેવાની યોજનાઓ પર કામ કરી રહી છે. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર વાસ્તવમાં ટેક્સ ક્રેડિટ ખતમ કરશે કે નહીં તે અસ્પષ્ટ છે. અમેરિકામાં ઇવીનું વેચાણ થશે, પરંતુ ચીનમાં બનશે, આ ખોટનો સોદો: ટ્રમ્પ
ટ્રમ્પનો તર્ક છે કે અમેરિકામાં ઇવીની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ મહત્તમ ઇવીનું મેન્યુફેકચરિંગ ચીનમાં થશે. તેનાથી કાર ખરીદનારા અમેરિકન ગ્રાહકો માટે કિંમત વધશે. તેમણે કહ્યું કે તેઓ રદ્દ કરેલી ટેક્સ ક્રેડિટથી બચેલા પૈસાનો ઉપયોગ માર્ગ, પુલ તેમજ ડેમના નિર્માણ માટે કરશે. મિયામીમાં મિડવે ફોર્ડના એક્ઝિક્યુટિવ જોનાથન શેરિફે કહ્યું કે, તેમને લાગે છે કે ટેક્સ ક્રેડિટ ખતમ કરવાથી ઇવીના વેચાણ પર ખરાબ અસર પડશે. ટેક્સ ક્રેડિટથી ઇવીની કિંમત પેટ્રોલ કારને બરાબર થઇ જાય છે.