back to top
Homeગુજરાતભાસ્કર વિશેષ:ખેડૂત ઉત્પાદક સંગઠન થકી પાકના સારા ભાવ મળે

ભાસ્કર વિશેષ:ખેડૂત ઉત્પાદક સંગઠન થકી પાકના સારા ભાવ મળે

ભારતીય સંસ્કૃતિમાં પ્રેરક વિચારસૂત્ર છે – “સંઘે શક્તિ કલૌ યુગે’, અર્થાત્, આ યુગમાં સંગઠન જ સૌથી મોટી શક્તિ છે. સંગઠનની રચનાથી માત્ર સભ્યોને જ નહિ, પરંતુ સંગઠન સાથે જોડાતા તમામ હિતધારકોને પણ ફાયદો થાય છે. દેશમાં સહકારથી સંગઠનની વર્ષો જૂની પરંપરા જોવા મળે છે, જે ભારતમાં આધ્યાત્મિક, સામાજિક, ઔદ્યોગિક, કૃષિ, નાણા જેવી ક્રાંતિ માટે મુખ્ય વાહક બની છે. દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ અનેકતા વચ્ચે એકતાનું સર્જન કરતી સંગઠન શક્તિ જ ખેડૂત કલ્યાણનું મોટું સાધન છે અને તે માટે દેશના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ અનેક ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના થઈ છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આવા સંગઠનોની મદદથી ગુણવત્તાયુક્ત કૃષિપેદાશો અને પોષણક્ષમ ભાવ મેળવી શકે છે. કોઈ પણ વિસ્તારના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ના નિર્માણ માટે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) સંપૂર્ણ સાથ અને સહકાર આપે છે. દરેક જિલ્લામાં આવેલી આત્મા પ્રોજેક્ટ કચેરી ખાતેથી ખેતીલક્ષી માર્ગદર્શન પણ આપતી હોય છે. આત્મા- સુરત કચેરી દ્વારા પણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદક સંગઠનોની સંખ્યા વધારવા માટે ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લો સહકારિતા ક્ષેત્રમાં અગ્રેસર છે. ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં પણ યોગદાન આપી રહ્યા છે. જિલ્લામાં મોટી સંખ્યામાં કાર્યરત FPO પ્રાકૃતિક ઢબે ખેતી કરનાર ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે સૌથી પહેલા ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) એટલે શું? તેની રચનાની પ્રક્રિયા અને ખેડૂતોને થતા લાભો વિશે જાણીએ. અર્થશાસ્ત્રની ભાષામાં સમજીએ તો આર્થિક પ્રવૃત્તિઓમાં ખેતી એ સૌથી મોટું અસંગઠિત જૂથ છે. અર્થતંત્રના વિકાસમાં કૃષિનું યોગદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમ છતાં તેનું સીધું પ્રતિબિંબ ખેડૂતોના આર્થિક વિકાસ પર ન પડતું હોવાનું સૌથી મોટું કારણ એ છે કે ખેડૂતો અસંગઠિત છે. આ ઉપરાંત વારસાઈને કારણે જમીનના ટુકડાઓ, વધતો જતો ખેતીખર્ચ, બજારમાં ભાવની અનિશ્ચિતતા અને આધુનિક તકનીકોની સ્વીકૃતિમાં વિલંબ સહિતનાં પરિબળોને કારણે નાના અને સીમાંત ખેડૂતો તેમની ખેત પેદાશોના સારા ભાવો મેળવી શકતા નથી. જેથી ખેડૂતોને સાચા અર્થમાં તેમના ખેત ઉત્પાદનનું સારું મૂલ્ય મળવાની સાથોસાથ તંદુરસ્ત બજાર, ધિરાણ, સપ્લાય ચેઇન અને અન્ય ફાયદાઓ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂત કલ્યાણની અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે. આ ઉપરાંત ખેડૂત ઉત્પાદક સંગઠન(FPO)ને ખેડૂત કલ્યાણના એક અસરકારક માધ્યમ તરીકે મૂલવી ખેડૂત ઉત્પાદક સંગઠનો મોટી સંખ્યામાં રચાય તે માટે પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO)ની આવશ્યકતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments