back to top
Homeમનોરંજનરજનીકાંતની લાડલીએ સાઉથ સ્ટાર ધનુષ જોડે છૂટાછેડા લીધા:કપલે 18 વર્ષના લગ્નજીવનનો અંત...

રજનીકાંતની લાડલીએ સાઉથ સ્ટાર ધનુષ જોડે છૂટાછેડા લીધા:કપલે 18 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો; 2022માં કરી હતી અરજી, 2 વર્ષ બાદ મદ્રાસ કોર્ટે આપી મંજૂરી ​​​​​​​

તમિલ અભિનેતા ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા છે. આ કપલે 2022માં જાહેરાત કરી હતી કે તેઓ લગ્નના લગભગ 18 વર્ષ બાદ અલગ થવા માંગે છે. સન ટીવી અને ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, કોર્ટે ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે, કારણ કે બંનેએ કહ્યું હતું કે તેઓ સાથે રહી શકતા નથી. આ કપલે 2022માં અલગ થવાની જાહેરાત કરી હતી2022 માં અલગ થવાની જાહેરાત કરી
17 જાન્યુઆરી, 2022 ના રોજ, ધનુષ અને ઐશ્વર્યાએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ શેર કરીને તેમના અલગ થવાની જાહેરાત કરી. તેણે કહ્યું, ‘મિત્રો, દંપતી, માતા-પિતા અને એકબીજાના શુભચિંતકો બનીને આ જર્નીમાં સમજણ, ગોઠવણ અને અનુકૂલનનો સાધ્યું છે. આજે અમે એવા સ્થાને ઉભા છીએ જ્યાં આમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે. અમે દંપતી તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી ગોપનીયતા જાળવી રાખજો. ઇન્સ્ટાગ્રામ પર આવી જ એક પોસ્ટ શેર કરતી વખતે ઐશ્વર્યાએ લખ્યું હતું – કેપ્શનની જરૂર નથી… માત્ર તમારી સમજ અને તમારા પ્રેમની જરૂર છે. 2004માં એકસાથે 7 ફેરા લીધા હતા
ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની મોટી પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમના 2 બાળકો છે. તે જ સમયે, ધનુષે ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મ ‘3’ માં કામ કર્યું છે. આ ફિલ્મનું ગીત ‘કોલાવેરી ડી’ 2011નું સૌથી હિટ ગીત હતું. ધનુષ નયનતારા સાથેના વિવાદોને કારણે ચર્ચામાં છે.
આ દિવસોમાં ધનુષ નયનતારા સાથેના ડોક્યુમેન્ટ્રી વિવાદને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, નયનતારાએ તેની ડોક્યુમેન્ટ્રી ‘નયનતારા: બિયોન્ડ ધ ફેરી ટેલ’ માટે ધનુષ પાસેથી તેની ફિલ્મ ‘નાનુમ રાઉડી ધાન’ના ગીતો અને વિઝ્યુઅલ્સ માટે પરવાનગી માંગી હતી. પરંતુ ધનુષે તેમને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ડોક્યુમેન્ટ્રીનું ટ્રેલર જોયા બાદ અભિનેત્રીને માત્ર 3 સેકન્ડની વિઝ્યુઅલ ચોરીના આરોપમાં 10 કરોડ રૂપિયાની લીગલ નોટિસ મોકલવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments