નવો મહિનો એટલે કે ડિસેમ્બર શરૂ થવાનો છે. ડિસેમ્બરમાં 17 દિવસ સુધી બેંકોમાં ઘણા કારણોસર કામ નહીં થાય. દેશમાં અલગ-અલગ સ્થળોએ બેંકો 10 દિવસ સુધી ખુલશે નહીં. આ સિવાય 5 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે. મહિનાની શરૂઆત રવિવાર (1લી ડિસેમ્બર)ના રોજ રજા સાથે થશે. 25મી ડિસેમ્બરે નાતાલના દિવસે દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. અહીં અમે તમને ડિસેમ્બર મહિનાની બેંક રજાઓ વિશે જણાવી રહ્યા છીએ. આ રહ્યું ડિસેમ્બર મહિનામાં બેંકોનું હોલિડે લિસ્ટ… સંદર્ભ: RBI ઓનલાઈન બેંકિંગ દ્વારા કામ થશે
બેંકની રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. બેંક રજાઓની આ સુવિધાઓ પર કોઈ અસર પડશે નહીં. ડિસેમ્બરમાં 10 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં
ડિસેમ્બર 2024માં 10 દિવસ સુધી શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. શનિવાર અને રવિવારે 9 દિવસ સુધી કોઈ વેપાર થશે નહીં. આ ઉપરાંત 25મી ડિસેમ્બરે પણ શેરબજાર બંધ રહેશે.