અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલી જેલમાં ગયો હતો તેને વર્ષ 2023માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ઝરીના વહાબે ‘લેહરેન રેટ્રો’ના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે જિયા ખાને આ પહેલાં પણ ઘણી વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ તેણે પુત્રની કારકિર્દી પર પડેલી અસર અંગે પણ તેની પીડા વ્યક્ત કરી હતી.
ઝરીના વહાબે ઈન્ટરવ્યૂ દરમિયાન જિયાના મૃત્યુ અંગે વાત કરી હતી. તેણે કહ્યું, ‘તે પહેલા પણ 4-5 વખત પ્રયાસ કરી ચૂકી હતી. પણ નસીબ એવું હતું કે મારા દીકરાનો વારો આવ્યો ત્યારે આ બધું થયું. આ કેસથી મારા પુત્રની કારકિર્દીને પણ મોટો ફટકો પડ્યો.’ તેણે કહ્યું, ‘અમે બધા ખરાબ સમયમાંથી પસાર થયા છીએ. પણ હું એક વાત માનું છું કે જો તમે જૂઠું બોલીને કોઈની જિંદગી બગાડો છો તો તેને કર્જ જેમ લો છો કારણ કે તે તમને વ્યાજ સાથે ચૂકવવું પડશે. જિયા ખાન વિશે ઝરીનાએ શું કહ્યું?
ઝરીનાએ આગળ કહ્યું, ‘આને કર્મ કહે છે. અમે રાહ જોઈ કારણ કે તે દોષિત ન હતો. અને તેને 10 વર્ષ લાગ્યાં. પરંતુ તે તેમાંથી બહાર આવ્યો છે અને હું ખુશ છું. આનાથી સૂરજની કારકિર્દી પર ખરાબ અસર પડી છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે(જિયા) શું કરતી હતી. હું મારું મોઢું ખોલવા માંગતી નથી. હું બોલીને મારી જાતને નીચી કરવા માંગતી નથી.’ જિયા ખાનના મૃત્યુ બાદ સૂરજ 22 દિવસ જેલમાં રહ્યો હતો
જિયા ખાને કથિત રીતે 3 જૂન, 2013ના રોજ આત્મહત્યા કરી હતી. તેની માતાને તેની લાશ તેના મુંબઈના ઘરમાંથી મળી આવી હતી. બાદમાં આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. તે 22 દિવસ જેલમાં પણ રહ્યો હતો.