back to top
Homeદુનિયાબાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો ઇનકાર:યુનુસ સરકારે કહ્યું- અમે સંગઠન વિરુદ્ધ...

બાંગ્લાદેશમાં ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો કોર્ટનો ઇનકાર:યુનુસ સરકારે કહ્યું- અમે સંગઠન વિરુદ્ધ જરૂરી પગલાં લીધા; કાલે તેને કટ્ટરપંથી સંગઠન કહ્યું હતું

ઢાકા કોર્ટે બાંગ્લાદેશમાં ઈસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગને ફગાવી દીધી છે. ગુરુવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે. સરકારે કહ્યું કે ઈસ્કોન કેસમાં અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈપણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન, અરજી કરનાર વકીલે કહ્યું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું કે આનો નિર્ણય સરકાર કરશે. ખરેખરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે. 26 નવેમ્બરે ચટગાંવમાં ઈસ્કોન ચીફના જામીન નામંજૂર થયા બાદ થયેલી હિંસામાં વકીલ સૈફુલ ઈસ્લામનું મોત થયું હતું. આ પછી 27 નવેમ્બરે બાંગ્લાદેશ હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજી કરનાર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઈસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમરજન્સી જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ અરજી પર બાંગ્લાદેશના એટર્ની જનરલ મુહમ્મદ અસદુઝમાને ઈસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું. ચિન્મય પ્રભુએ હિન્દુઓની સુરક્ષા માટે બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચની રચના કરી હતી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીનું સાચું નામ ચંદન કુમાર ધર છે. તેઓ ચટગાંવ ઈસ્કોનના વડા છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે પીએમ શેખ હસીનાએ 5 ઓગસ્ટ 2024ના રોજ દેશ છોડી દીધો હતો. આ પછી હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસક ઘટનાઓ બની. આ પછી, બાંગ્લાદેશી હિન્દુઓ અને લઘુમતીઓના હિતોની રક્ષા માટે સનાતન જાગરણ મંચની રચના કરવામાં આવી. ચિન્મય પ્રભુ તેના પ્રવક્તા બન્યા. સનાતન જાગરણ મંચ દ્વારા, ચિન્મયે ચટગાંવ અને રંગપુરમાં ઘણી રેલીઓને સંબોધી હતી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. શા માટે ચિન્મય પ્રભુની ધરપકડ કરવામાં આવી? 25 ઓક્ટોબરના રોજ સનાતન જાગરણ મંચે 8 મુદ્દાની માંગ સાથે ચટગાંવના લાલદીઘી ગ્રાઉન્ડમાં રેલી યોજી હતી. જેમાં ચિન્મય કૃષ્ણ દાસે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન કેટલાક લોકોએ ન્યુ માર્કેટ ચોકમાં આઝાદી સ્તંભ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો. આ ધ્વજ પર ‘આમી સનાતની’ લખેલું હતું. રેલી બાદ 31 ઓક્ટોબરે બેગમ ખાલિદા જિયાની BNP પાર્ટીના નેતા ફિરોઝ ખાને ચટગાંવમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ કર્યો હતો. તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. ચિન્મય પ્રભુની ધરપકડ કેવી રીતે થઈ? બાંગ્લાદેશ પોલીસે સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ કરી હતી. તેઓ ચટગાંવ જઈ રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર ઈસ્કોનના સભ્યોએ જણાવ્યું હતું કે ડીબી પોલીસે કોઈ ધરપકડ વોરંટ દર્શાવ્યું નથી. તેઓએ ફક્ત કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે. આ પછી તેઓ તેને માઈક્રોબસમાં બેસાડીને લઈ ગયા. ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (ડીબી)ના એડિશનલ પોલીસ કમિશનર રેઝાઉલ કરીમ મલિકે જણાવ્યું હતું કે પોલીસની વિનંતીને પગલે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય દાસને કાયદાકીય પ્રક્રિયા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી
ચટગાંવના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ચિન્મય પ્રભુને 26 નવેમ્બરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચિન્મય પ્રભુની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને જેલમાં ધકેલ્યા હતા. આ પછી કોર્ટ પરિસરમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં એડવોકેટ સૈફુલે જીવ ગુમાવ્યો હતો. ત્યારથી, ચટગાંવમાં પોલીસ સતત ધરપકડ કરી રહી છે. બુધવારે મોડી રાત્રે હિન્દુ પ્રભુત્વ ધરાવતા હજારીલેન અને કોતવાલી વિસ્તારોમાંથી 30 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 6 પર વકીલની હત્યાનો આરોપ છે, જ્યારે બાકીના પર તોડફોડ અને હિંસા ભડકાવવાનો આરોપ છે. હિન્દુ વસાહતોમાં ભયનો માહોલ છે. ચિન્મય પ્રભુની ધરપકડ અંગે ભારતનું વલણ શું છે? ભારતે ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારતે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે અમે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી ચિંતિત છીએ. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે, પરંતુ શાંતિપૂર્ણ સભાઓ દ્વારા યોગ્ય માગણીઓ ઉઠાવનારા ધાર્મિક નેતા સામે કેસ ચાલી રહ્યા છે. ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારતના નિવેદનના મહત્વના મુદ્દા… બાંગ્લાદેશે પણ આપ્યો જવાબ, કહ્યું- તથ્યો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા ​​​​​​​​​​​​​બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન પર બાંગ્લાદેશે પણ પ્રતિક્રિયા આપી છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું, “તે ખૂબ જ દુઃખદ છે કે ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડને કેટલાક લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.” મંત્રાલયે કહ્યું કે આવા નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરતા નથી પરંતુ તે બંને પાડોશી દેશો વચ્ચે મિત્રતા અને પરસ્પર સમજણની ભાવનાની પણ વિરુદ્ધ છે. બાંગ્લાદેશ સરકાર ફરી કહેવા માંગે છે કે દેશની ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને સરકાર તેમના કામકાજમાં દખલ કરતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments