ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા છેલ્લાં ઘણા સમયથી સમાચારમાં છે. લોકોએ ઐશ્વર્યા સાથે તેમજ સાસુ સાથે ફોટો શેર ન કરવા બદલ તેને ટ્રોલ કરી હતી. શ્રીમાએ તેની લેટેસ્ટ પોસ્ટમાં આનો જવાબ આપ્યો છે. તેણે એ પણ જણાવ્યું કે તે શા માટે તેની સાસુ સાથે ફોટા શેર કરતી નહોતી. શ્રીમાના જણાવ્યા અનુસાર, તેની સાસુ વૃંદા રાય કેન્સર સામે લડી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે પ્રાઇવેસી માગી હતી. ઇન્સ્ટા સ્ટોરી પર તેની સાસુ સાથેનો ફોટો શેર કરતા શ્રીમાએ લખ્યું – “મારી સાસુનો ખૂબ ખૂબ આભાર, જેમણે મને ઘણો સપોર્ટ અને પ્રેમ આપ્યો. જ્યારે હું બહાર હતી ત્યારે મારા બાળકોની સંભાળ લીધી. જ્યારે તે કેન્સરથી પીડિત હતી, ત્યારે મેં તેના વિશે વધુ પોસ્ટ ન કરવાનો પ્રયાસ કર્યો.” “કારણ કે તે દિવસોમાં તે તેના શ્રેષ્ઠ તબક્કામાં ન હતા.” હું તેમની ગોપનીયતાનો આદર કરતી હતી.” આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રીમાને તેની સાસુ સાથે સુંદર બોન્ડ છે. નોંધનીય છે કે, ગત વર્ષે તેના જન્મદિવસના અવસર પર ઐશ્વર્યા રાયે ખુલાસો કર્યો હતો કે તેની માતાને 2023ની શરૂઆતમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ કેન્સર સામેની લડાઈ જીતી. વર્ષ 2017માં કેન્સરને કારણે પિતા કૃષ્ણ રાજ રાયને ગુમાવ્યા હતા. ઐશ્વર્યા રાય તેની માતાની નજીક છે. તે ઘણીવાર તેની માતા સાથે ફોટા શેર કરે છે. આ વર્ષે, અભિનેત્રી તેની માતા અને પુત્રી સાથે ગણપતિ પંડાલની મુલાકાત લેવા ગઈ હતી