back to top
Homeદુનિયાટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચેની દુશ્મનીનો અંત લાવવાનો પ્રયાસ:એકવાર જેલમાં મોકલવાની ધમકી આપી હતી, હવે...

ટ્રમ્પ-ઝકરબર્ગ વચ્ચેની દુશ્મનીનો અંત લાવવાનો પ્રયાસ:એકવાર જેલમાં મોકલવાની ધમકી આપી હતી, હવે ટ્રમ્પે ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગને મળ્યા હતા. ઝકરબર્ગ, જેમને ટ્રમ્પે એક વખત જેલમાં મોકલવાની ધમકી આપી હતી, તેમણે તેમને ફ્લોરિડામાં તેમના રિસોર્ટ માર-એ-લાગોમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પના બીજા કાર્યકાળ માટે ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત સ્ટીફન મિલરે આ માહિતી આપી હતી. મિલરે કહ્યું કે, ઝકરબર્ગ અન્ય ઉદ્યોગપતિઓની જેમ ટ્રમ્પની આર્થિક યોજનાઓને સમર્થન આપવા માગે છે. ટ્રમ્પ સાથે ખરાબ સંબંધો બાદ ટેક CEO તેમની કંપનીની ઈમેજ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં મિલરે કહ્યું – દેખીતી રીતે, માર્કની પોતાની રુચિઓ છે, તેની પોતાની કંપની છે અને તેનો પોતાનો એજન્ડા છે, પરંતુ તેઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના રાષ્ટ્રીય વિકાસને સમર્થન આપવા માગે છે. જાન્યુઆરી 2021 માં યુએસ કેપિટલમાં હિંસા પછી માર્ક ઝકરબર્ગે ટ્રમ્પના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. 2 વર્ષ બાદ 2023માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ કારણે ટ્રમ્પ અને ઝકરબર્ગ વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ઝકરબર્ગે ચૂંટણી પહેલા ટ્રમ્પને સમર્થન આપ્યું ન હતું
ઝકરબર્ગે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોઈ ઉમેદવારનું ખુલ્લેઆમ સમર્થન કર્યું નથી. જો કે, તેમણે ટ્રમ્પ પરના જીવલેણ હુમલા અંગે ટ્રમ્પની પ્રતિક્રિયાની પ્રશંસા કરી અને તેમના માટે પ્રાર્થના પણ કરી. ઝકરબર્ગે બાઈડન પ્રશાસન પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે, બાઈડન સરકારના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ તેમના પર કોવિડ-19 સંબંધિત કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને સેન્સર કરવા દબાણ કર્યું હતું. આમ છતાં ટ્રમ્પ ઝકરબર્ગ પર સતત શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરી હતી અને 2020ની ચૂંટણીમાં છેતરપિંડી કરનારા લોકોને જેલમાં મોકલવાની ધમકી આપી હતી. આમાં તેમણે ઝકરબર્ગ માટે વપરાતા ઉપનામ ‘ઝકરબક્સ’નો ઉપયોગ કર્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ઝકરબર્ગે છેલ્લા કેટલાક મહિનામાં ટ્રમ્પ સાથે ઘણી વખત કોલ પર વાત કરી છે. ટ્રમ્પ સાથે ઝકરબર્ગની મુલાકાતને ટ્રમ્પ વહીવટીતંત્રમાં પડકારોથી બચવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments