back to top
Homeગુજરાતમસ્જિદ-દરગાહ સર્વે અને બાંગ્લાદેશના હિન્દુઓની હાલત માટે નેહરુ જવાબદાર:ગિરિરાજ સિંહે સુરતમાં કહ્યું-...

મસ્જિદ-દરગાહ સર્વે અને બાંગ્લાદેશના હિન્દુઓની હાલત માટે નેહરુ જવાબદાર:ગિરિરાજ સિંહે સુરતમાં કહ્યું- શું રાહુલ ગાંધીએ પોતાની જાતને વોટની સાથે-સાથે મુસ્લિમોને સોંપી દીધી

કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે ગિરિરાજ સિંહે પ્રેસ કોન્ફરન્સ યોજી તેમણે જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તમેણે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે મામલે રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો કેમ કંઈ બોલી રહ્યા નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે શું તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગિરિરાજ સિંહ તેમના સુરત પ્રવાસ દરમિયાન વિવિધ કાપડ ઉદ્યોગના મિલ માલિકો સાથે મુલાકાત કરશે અને ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ અંગે ચર્ચા કરશે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હાલત માટે નહેરુને જવાબદાર ગણાવ્યા
ગિરિરાજ સિંહે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર માટે નહેરુને જવાબદાર ગણાવ્યા. ડૉ. બાબા સાહેબ આંબેડકરે તેમના ‘ભારત વિભાજન’ પુસ્તકમાં લખ્યું હતું અને નહેરુને ટકોર કરી હતી કે ટોટલ પોપ્યુલેશનને પાકિસ્તાન ટ્રાન્સફર કરો અને જો નહીં કરો તો ભારતમાં સામાજિક સમરસતા નહીં થાય. આજે આ પરિસ્થિતિ જ આવી છે. તેમણે કહ્યું કે પહેલાં પાકિસ્તાનમાં હિન્દુ સમાપ્ત થયા અને હવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. હિન્દુ મહિલાઓ પર અત્યાચાર, મંદિરોને તોડવા, લોકોની હત્યા કરવી અને ધાર્મિક આગેવાનોની ધરપકડ થઈ રહી છે. ભારત સરકારે તેને લઈને કડક વિરોધ પણ કર્યો છે. અમે તો વિરોધ પણ કર્યો. બંગાળમાં ત્રીપુરામાં અમારા લોકો તેના વિરોધમાં ઉભા પણ રહ્યા. પરંતુ રાહુલ ગાંધી અને ટુકડે ટુકડે ગેંગના લોકો હિન્દુઓ પર થતાં અત્યાચાર સામે કેમ કોઈ બોલી રહ્યું નથી. ભારતનો હિન્દુ સમાજ પૂછી રહ્યો છે કે, કેમ તમે પોતાની જાતને વોટની સાથે સાથે મુસ્લિમોને સોંપી દીધી છે. ગાંધી પરિવારના તમામ લોકોથી ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી
પ્રિયંકા ગાંધી સંસદ સભ્ય બન્યા બાદ ગિરિરાજ સિંહે જણાવ્યું કે “ગાંધી પરિવારના તમામ લોકો રાજકારણમાં આવ્યા તો પણ ભાજપને કોઈ ચિંતાની જરૂર નથી. દેશ કે ભાજપને તેમની હાજરીથી કોઈ પડકાર નથી. “ગાંધી પરિવારના બધા સભ્યો આવી જાય તો પણ આપણે કોઈ તફાવત અનુભવતા નથી,” એમ તેમણે ઉમેર્યું. નહેરુની તૃષ્ટીકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મુક્યો
અજમેર શરીફ દરગાહ અને મસ્જિદના સર્વેને લઈને ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, ભારત દેશનું દુર્ભાગ્ય રહ્યું છે કે, જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન બન્યા. જો સરદાર પટેલ હોત તો આજે કોઈને પણ કોર્ટમાં જઈને સર્વે માટે અરજી કરવી ના પડતી. જવાહરલાલ નહેરુની તૃષ્ટીકરણની નીતિએ દેશને મુશ્કેલીમાં મુક્યો છે. જો આવી મસ્જિદોને પહેલાં જ હટાવી દેવામાં આવી હોત તો આવું થતું નહીં. પરંતુ કોઇએ કોર્ટમાં અરજી કરી અને કોર્ટે સર્વેનો આદેશ આપ્યો. કેટલાક લોકો કાનૂન માનતા નથી. આ લોકો સંભલમાં જે ઘટના બની તેવી સ્થિતિ અજમેરમાં પણ થાય તેવું ઇચ્છે છે. કોર્ટે સર્વે કરવા અજમેર સરકારને આદેશ આપ્યો છે. તો તેનાથી કોને તકલીફ છે? કેમ તકલીફ છે? કેટલાક રાજકીય લોકો, ટુકડે ટુકડે ગેંગ કહી રહી છે કે, દરગાહ અને ગુરૂદ્વારા… આમાં ગુરૂદ્વારા ક્યાંથી આવ્યું. અફવા ફેલાવવાનું કામ કેમ કરી રહ્યા છો. મુગલોના સમયમાં ગુરૂદ્વારાએ ભારતના હિન્દુઓને બચાવવાનું કામ કર્યું હતું. ટુકડે ટુકડે ગેંગે મહારાષ્ટ્રની હારને સ્વીકારવી જોઇએ
ગિરિરાજ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, આજે ઝારખંડમાં હેમંત સોરેને શપથ લીધા. તમામ લોકો ત્યાં ગયા હતા. હું આ લોકોને પૂછવા માગું છું કે ત્યાં EVM તો બરોબર હતા ને… જ્યારે જીતો છો તો મીઠું મીઠું ગટ ગટ અને તીખું તીખું થૂં… થું… આ ભ્રમ ફેલાવવાનું હવે નહીં ચાલે. કોંગ્રેસ-વિપક્ષની મહારાષ્ટ્રમાં હાર થઈ છે. જ્યારે હાર થાય ત્યારે EVM પર સવાલ ઉઠાવે છે. થોડા દિવસ પહેલાં પાર્લામેન્ટમાં જીતી ગયા ત્યારે હાઉસમાં આવીને રાહુલ ગાંધી ડંકો વગાડી રહ્યા હતા કે મેં હરાવી દીધા… હરાવી દીધા… આ લોકો તેમની હાર સ્વીકારી રહ્યા નથી. ટુકડે ટુકડે ગેંગે મહારાષ્ટ્રની હારને સ્વીકારવી જોઇએ. મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે
ગિરિરાજ સિંહે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપના જ મુખ્યમંત્રી બનશે. એકનાથ શિંદેએ સ્પષ્ટતા કરી છે અને અમારા ગઠબંધનમાં કોઈ મતભેદ નથી. ગઠબંધન અજીત પવાર, એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ મતભેદ નથી. હા, ક્યારેક પક્ષની અંદર વિમતિ થઈ શકે છે, પરંતુ આજે રાત સુધી મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments