એઆર રહેમાન અને તેની પત્ની સાયરા બાનોએ તાજેતરમાં અલગ થવાની જાહેરાત કરી હતી. આ સમાચારે ફેન્સને ચોંકાવી દીધા હતા. હવે અલગ થવાના સમાચાર વચ્ચે, તેમના વકીલે બંને વચ્ચેના સંબંધો અને બાળકોની કસ્ટડીને લઈને વાત કરી છે. એક પોડકાસ્ટમાં તેણે કહ્યું કે એવું નથી કે બંને વચ્ચે સમાધાન થઈ શકે નહીં. બાળકોની કસ્ટડી કોને મેળશે?
વિકી લાલવાનીની યુટ્યુબ ચેનલ પર વંદના શાહે એઆર રહેમાન અને સાયરા બાનોના અલગ થવાનાં નિર્ણય વિશે વાત કરી હતી. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે જો બંને છૂટાછેડા લેશે તો બાળકોની કસ્ટડી કોને મેળશે? આ પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે બાળકોની કસ્ટડી અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. પરંતુ તેમના બાળકો પુખ્ત વયના છે, તેઓ કોની સાથે રહેવા માંગે છે તે જાતે જ નક્કી કરી શકે છે. 29 વર્ષનું લગ્નજીવન તૂટતું બચશે?
આ વાતચીત દરમિયાન વંદનાએ કહ્યું કે એવું નથી કે બંને વચ્ચે સમાધાન શક્ય નથી. તેણે કહ્યું કે, હું આશાવાદી છું અને હંમેશા પ્રેમ અને રોમાંસ વિશે વાત કરું છું. તેમનું સંયુક્ત નિવેદન ખૂબ જ સ્પષ્ટ છે. તે અલગ થવાની વાત કરે છે. બંનેના લગ્નને લાંબા સમય થયો છે એટલે આ નિર્ણય પર પહોંચવા માટે ઘણી વિચારણા કરવામાં આવી હશે, પરંતુ મેં ક્યાંય એવું નથી કહ્યું કે સમાધાન શક્ય નથી. આ કેસમાં ભરણપોષણ મળશે?
વંદનાને પૂછવામાં આવ્યું કે શું સાયરાને આ કેસમાં ભરણપોષણ મળશે? વંદનાએ કહ્યું કે તે વિશે અત્યારે ટિપ્પણી કરવી યોગ્ય નથી. વંદનાએ સાયરાનો પક્ષ લીધો અને કહ્યું કે સાયરા એવા લોકોમાંથી નથી જેમને પૈસા સાથે લેવાદેવા છે. બંનેના લગ્નને 29 વર્ષ થયાં પણ સાયરા વિશે ક્યારે કોઈએ પબ્લિકમાં બહુ સાંભળ્યું નહીં હોય. 20મી નવેમ્બરે છૂટાછેડાની જાહેરાત કરવામાં આવી હતી નોંધનીય છે કે, એઆર રહેમાન અને સાયરાએ 20 નવેમ્બરે છૂટાછેડાની જાહેરાત કરી હતી. પત્નીના સત્તાવાર નિવેદન બાદ સિંગરે લખ્યું હતું- એવું લાગે છે કે દરેક વસ્તુનો અદૃશ્ય અંત છે. તૂટેલા હૃદયના ભાર હેઠળ ભગવાનનું સિંહાસન પણ કંપી શકે છે. તેમ છતાં, આ છૂટા પડવામાં, આપણે અર્થ શોધીએ છીએ, ભલે ટુકડાઓને ફરી ક્યારેય તેમનું સ્થાન ન મળે. મિત્રો, આ મુશ્કેલ સમયમાં અમારી ગોપનીયતાનો આદર કરવા બદલ આભાર. રહેમાન-સાયરાના લગ્ન 1995માં થયા હતા
27 વર્ષની ઉંમરે એઆર રહેમાને 12 માર્ચ, 1995ના રોજ સાયરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સાયરા 21 વર્ષની હતી. એ એઆર રહેમાનની માતાએ ગોઠવેલા એ એરેન્જ્ડ મેરેજ હતા. બંનેને બે પુત્રી ખતીજા, રહીમા અને એક પુત્ર અમીન છે.