બિગ બોસ ફેમ અને એક્ટર એજાઝ ખાન ફરી એકવાર ચર્ચામાં છે. એજાઝ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલો છે. તે હંમેશા કોઈને કોઈ કારણોસર હેડલાઈન્સમાં રહે છે. એજાઝ બાદ હવે તેની પત્ની ફોલન ગુલીવાલા ડ્રગ્સ કેસમાં ફસાઈ છે. કસ્ટમ્સ વિભાગે ગુરુવારે એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સના કેસમાં કથિત રીતે અટકાયત કરી હતી. પતિના રવાડે પત્ની પણ ફસાય!
ફોલન ગુલીવાલાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એજન્સીના અધિકારીઓએ જોગેશ્વરીમાં તેના ઘરે દરોડા પાડ્યા હતા અને વિવિધ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેનું નામ ડ્રગ સ્મગલિંગ કેસમાં સામે આવ્યું હતું, જ્યાં 8 ઓક્ટોબરે એજાઝ ખાનના પટાવાળા સૂરજ ગૌરને કુરિયર દ્વારા 100 ગ્રામ મેફેડ્રોન અથવા MDMA મંગાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે આ ડ્રગ્સ અંધેરીની ઓફિસમાં પહોંચાડવાનો હતો. આ ડ્રગ્સ બી-207, ઓબેરોય ચેમ્બર્સ, અંધેરીમાં વીરા દેસાઈ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પહોંચાડવાની હતી, જે એજાઝની ઓફિસનું સરનામું હતું. એજાઝ ખાને કરી પોસ્ટ
એજાઝ ખાને ગુરુવારે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, મિત્રો, મારા અને મારા પરિવારને ફસાવામાં આવી રહ્યો છે. અત્યારે ખુલ્લેઆમ કહી શકતો નથી, પણ તમે લોકો હોશિયાર છો. આજે પહેલીવાર હું ખૂબ જ પરેશાન અને નર્વસ છું. મારા માટે નહીં, મારા પરિવાર માટે. હું બહાર છું અને મને ખબર પડી છે કે ટૂંક સમયમાં તેઓ મને હેરાન કરવા માટે મારા પરિવારને નિશાન બનાવશે. હું મારા વિશે 1% ચિંતિત નથી, પરંતુ હું મારા પરિવારના સભ્યોની સલામતી માટે પ્રાર્થના કરું છું. એજાઝ ખાને ગુરુવારે પોતાના એક્સ એકાઉન્ટ પર બીજી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું છે કે, ‘શું સાચું બોલવું ગુનો છે? હવે મારા પછી મારા પરિવારને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્ર શું ઈચ્છે છે? શું તે કોઈ દબાણ હેઠળ કામ કરે છે? મને સત્ય બોલવા માટે ક્યારેય સજા નથી મળી પરંતુ હંમેશા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. હવે મારા પરિવારને પણ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. મેં હંમેશા સત્યનું સમર્થન કર્યું છે. સાચું બોલવાની આ સજા છે તો શું દર વખતે અન્યાય સહન કરવો પડે છે? હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. એજાઝ ખાન 2023માં જ જેલમાંથી છૂટ્યો હતો
એજાઝની 2021માં મુંબઈ એરપોર્ટ પરથી ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અને 2023માં જામીન પર મુક્ત થયો હતો. 2018માં પણ ડ્રગ ધરાવવા માટે તેની ધરપકડ કરવામાં આવી હતી.