back to top
Homeભારતકાશ્મીરમાં કડકડતી ઠંડી, પારો ગગડ્યો -3.4°:હિમાચલમાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ, MPમાં...

કાશ્મીરમાં કડકડતી ઠંડી, પારો ગગડ્યો -3.4°:હિમાચલમાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ, MPમાં 36 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; 5 રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરીય રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે. ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં પણ ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના પાંચ જિલ્લા કિન્નૌર, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને ચંબામાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ છે. આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે. પહેલગામમાં ગઈરાત્રિનું તાપમાન માઈનસ 3.4 ડિગ્રીએ પહોંચી ગયું છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરીય રાજ્યોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ભોપાલમાં નવેમ્બર મહિનો 36 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો હતો. અહીં તાપમાનનો પારો 8.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાનની 3 તસવીરો… તમિલનાડુમાં ચક્રવાત ફેંગલની અસર, વરસાદ માટે રેડ એલર્ટ બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડું ફેંગલની અસરને કારણે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસથી સતત વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘણા જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. NDRF અને SDRFની ઘણી ટીમો બચાવ કાર્ય માટે તહેનાત છે. દિલ્હીમાં સિઝનની સૌથી ઠંડી રાત રાજ્યોમાં હવામાનની સ્થિતિ… મધ્યપ્રદેશ: MP બર્ફીલા પવનથી ધ્રૂજી ઊઠ્યું, શિમલા-મસૂરી કરતાં પણ ઠંડું, ભોપાલમાં 36 વર્ષમાં નવેમ્બર મહિનો સૌથી ઠંડો બર્ફીલા પવનોને કારણે મધ્યપ્રદેશ ધ્રૂજી રહ્યું છે. ઘણા શહેરો ડિસેમ્બર-જાન્યુઆરી જેવી ઠંડી અનુભવી રહ્યા છે. ભોપાલમાં નવેમ્બર મહિનો 36 વર્ષમાં સૌથી ઠંડો રહ્યો છે. અહીં તાપમાનનો પારો 8.2 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે માંડલા અને શહડોલમાં પારો 7 ડિગ્રીથી નીચે છે. હિમાચલ પ્રદેશ: 3 દિવસ હિમવર્ષાનું એલર્ટ, મેદાની અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતોમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ કારણે પાંચ જિલ્લા કિન્નૌર, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કાંગડા અને ચંબાનાં ઊંચા શિખરો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments