back to top
Homeસ્પોર્ટ્સઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 499 રનમાં ઓલઆઉટ:દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 4 રનની લીડ લીધી;...

ઇંગ્લેન્ડ પહેલી ઇનિંગમાં 499 રનમાં ઓલઆઉટ:દિવસના અંતે ન્યૂઝીલેન્ડે 4 રનની લીડ લીધી; કેન વિલિયમસને 9 હજાર ટેસ્ટ રન પૂરા કર્યા

ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કિવી ટીમે 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવી લીધા છે. ડેરીલ મિચેલ 31 અને નાથન સ્મિથ 1 રન બનાવીને અણનમ છે.
ઇંગ્લિશ ટીમ પ્રથમ દાવમાં 499 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ન્યૂઝીલેન્ડે 348 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિંગ બાદ 151 રનની લીડ મેળવી હતી. આમ બીજી ઇનિંગમાં ત્રીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડને 4 રનની લીડ મળી છે. આ પહેલા કેન વિલિયમસન 61 રન બનાવીને આઉટ થયો હતો. તે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટમાં 9000 રન પૂરા કરનાર પ્રથમ ક્રિકેટર પણ બન્યો હતો. રચિન રવીન્દ્ર પણ 38 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કેપ્ટન ટોમ લાથમ એક રન બનાવીને અને ડેવોન કોનવે 8 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સ અને બ્રેડન કાર્સે 3-3 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડે દિવસની શરૂઆત 319/5ના સ્કોરથી કરી હતી. હેરી બ્રુકે 132 રનની ઇનિંગથી આગળ ધપાવી હતી. જ્યારે બેન સ્ટોક્સે 37 રનના અંગત સ્કોર સાથે રમવાની શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ 499 રનમાં ઓલઆઉટ, હેરી બ્રુકે 171 રન બનાવ્યા
ઇંગ્લેન્ડની ટીમે લંચ બ્રેક સુધી 8 વિકેટે 459 રન બનાવી લીધા હતા. જેમાં હેરી બ્રુક 171 રન બનાવીને આઉટ થયો હતો. તેને મેટ હેનરીએ વિકેટકીપર ટોમ બ્લેન્ડલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેપ્ટન બેન સ્ટોક્સે 80 રન બનાવ્યા હતા જ્યારે ગોસ એટકિન્સને 48 અને બ્રાઈડન કાર્સે અણનમ 33 રન બનાવ્યા હતા. મેટ હેનરીએ 4 વિકેટ લીધી હતી. નાથન સ્મિથે 3 વિકેટ લીધી હતી. ટિમ સાઉથીને 2 વિકેટ મળી હતી. ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટના આ સમાચાર પણ વાંચો… બીજો દિવસ- ન્યૂઝીલેન્ડ 348 રનમાં ઓલઆઉટ, બ્રુકની સદી હેરી બ્રુક અને ઓલી પોપની ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં જોરદાર કમબેક કર્યું છે. શુક્રવારે સ્ટમ્પ્સ સુધી ઇંગ્લિશ ટીમે 5 વિકેટે 319 રન બનાવ્યા હતા. હેરી બ્રુક 163 બોલમાં 132 રન બનાવીને અણનમ છે. કેપ્ટન બેન સ્ટોક્સ (76 બોલમાં અણનમ 37) તેને સપોર્ટ કરી રહ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… પ્રથમ દિવસ- કેન વિલિયમસન સદી ચૂક્યો​​​​​​​ ગુરુવારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટે 319 રન બનાવી લીધા હતા. ગ્લેન ફિલિપ્સ 41 અને ટિમ સાઉથી 10 રન બનાવીને અણનમ છે. કિવિઝ તરફથી કેન વિલિયમસને સૌથી વધુ 93 રનની ઇનિંગ રમી હતી. ઈજા બાદ તે ટેસ્ટમાં કમબેક કરી રહ્યો છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં શ્રીલંકા સામે રમી હતી. ઈજાના કારણે તે ભારત પ્રવાસમાં ટીમનો ભાગ નહોતો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments