back to top
Homeગુજરાતત્રણ બાળકીનાં શંકાસ્પદ મોત:આઇસક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ ત્રણેયને ઊલટીઓ થવા લાગી...

ત્રણ બાળકીનાં શંકાસ્પદ મોત:આઇસક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ ત્રણેયને ઊલટીઓ થવા લાગી હતી, સુરતના સચિન પાલી ગામનો બનાવ

સુરતના સચિન પાલી ગામમાં રહેતા શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ શુક્રવારે આઇસક્રીમ ખાઈને તાપણું કર્યા બાદ તબિયત લથડતાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. એકસાથે ત્રણ બાળકીનાં મોતની ઘટના બનતાં આરોગ્ય વિભાગ પણ દોડતો થયો છે. ત્રણેય બાળકીનાં મોત આઈસક્રીમ ખાધા બાદ થયાં છે કે પછી તાપણા સમયે કોઈ ઝેરી ધુમાડાને કારણે થયાં છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્રણેય બાળકીનાં મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટમાં સામે આવી શકે છે. આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું
મળતી માહિતી મુજબ, સુરતના પાલી ગામમાં રહેતી ત્રણેય બાળકીએ આઈસક્રીમ ખાધા બાદ તાપણું પણ કર્યું હતું. ત્યાર બાદ ત્રણેયની તબિયત લથડી હતી અને તેમનાં મોત થયાં છે. તેમનાં મોત આઇસક્રીમ ખાવાથી કે તાપણાનો ધુમાડો લાગતાં થયાં છે કે પછી અન્ય કોઈ કારણોસર થયાં છે એની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટમાં તેનું ચોક્કસ કારણ સામે આવી શકે છે. તાપણું કરતી સમયે ચક્કર આવ્યા બાદ ઉલટીઓ થવા લાગી-શીલા
આ દુર્ઘટના સમયે શીલા નામની એક બાળકી પણ હાજર હતી જેનો ચમત્કારીક બચાવ થયો છે. તેને કહ્યું હતું કે, હું, મારી બહેનો અને અન્ય બે છોકરીએ તાપણું કરી રહ્યા હતા. જે બે છોકરીઓ આવી હતી તે આઈસક્રીમ ખાતા ખાતા આવતી હતી. અમને ઠંડી લાગી રહી હોવાથી તાપણું કરી રહ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને બાદમાં ઉલટીઓ થવા લાગતા અમે દોડીને ઘરે ચાલ્યા ગયા હતા. મૃતક બાળકીઓનાં નામ
દુર્ગા કુમારી, મહંતો, 12 વર્ષ અમિતા મહંતો ,14 વર્ષ અનિતા કુમારી મહંતો, 8 વર્ષ શું કહી રહ્યા છે પરિવારજનો?
પરિવારજનોના કહેવા પ્રમાણે, ઘરની નજીકમાં આવેલી દુકાન પરથી પાંચ જેટલી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રીના પાંચ જેટલી બાળકી તાપણું કરી રહી હતી. તાપણું કરી રહેલી ત્રણ બાળકીઓને ઉલ્ટી થવા લાગી હતી. ઉલ્ટી થયા બાદ બાળકીઓ બેભાન થઇ ગઇ હતી. જેથી જેથી ત્રણેય બાળકીઓને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીઓના ખાનગી હોસ્પિટલમાં અને એક બાળકીનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મોતનું સાચું કારણ જાણવા સુરત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાઈ રહ્યું છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે પહેલા તો નજીકમાં જ આવેલા ખાનગી હોસ્પિટલમાં ત્રણે બાળકીઓની સારવાર કરવામાં આવી રહી હતી. ત્યારબાદ તબિયત વધુ લથડવાના કારણે દુર્ગા કુમારીને નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રાત્રિના સમયે બાળકને અન્ય હોસ્પિટલ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે સારવાર પણ બંધ કરી દીધી હતી. રાત્રિનો સમય હોવાથી પરિવારજનો દ્વારા આજીજી કરવામાં આવી હતી જોકે હોસ્પિટલ ના ડોક્ટરો ન સમજતા સવારે ચારથી પાંચ વાગ્યાના સમયે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. બે બાળકીઓના વહેલી સવારે મોત નિપજ્યા હતા. જ્યારે દુર્ગા કુમારીને સુરત સિવિલ હોસ્પિટલમાં પણ દાખલ કરવા માટે આનાકાની કરવામાં આવી રહી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના સૂચના બાદ બાળકીને દાખલ કરી દેવામાં આવી હતી. ઓક્સિજન સહિતની આ બાળકીને સારવાર આપવામાં આવી રહી હતી પણ તેમની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો. દરમિયાન વહેલી સવારે બાળકીઓના મોત નિપજ્યા હતા. ત્રણેય બાળકીઓના મોતના પગલે પરિવારજનોમાં રોષ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. પોસ્ટમોર્ટમમાં સાચી હકીકત બહાર આવશે- ડો. કેતન નાયક, RMO
ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, સચિન પાલી ગામની ઘટના છે. તાપણું કર્યું હતું ત્યાં સળગીને ધુમાડો ગયાની હિસ્ટ્રી છે અને આઈસક્રીમ ખાધાની પણ ઘટના છે. એક બાળકી છે તેના માતા કહે છે કે, તેની બાળકીએ આઈસક્રીણ ખાધો નથી. તાપણું કર્યા બાદ ઉલટી થયા બાદ તેનું મોત થયાનું કહે છે. પીએમ કરાવીશું એટલે જે કંઈ સાચી હકીકત હશે તે બહાર આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments