back to top
Homeમનોરંજન'પંડ્યા સ્ટોર'ના એક્ટર અક્ષય ખરોડિયાના છૂટાછેડા:લગ્નના ત્રણ વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય,...

‘પંડ્યા સ્ટોર’ના એક્ટર અક્ષય ખરોડિયાના છૂટાછેડા:લગ્નના ત્રણ વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય, 2 વર્ષની દીકરીનો ઉછેર સાથે કરશે

ટીવી એક્ટર અક્ષય ખરોડિયાએ તેની પત્ની દિવ્યાએ અલગ થવાની જાહેરાત કરી છે. શનિવારે, ‘પંડ્યા સ્ટોર’ એક્ટરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપડેટ શેર કરતી હતી. એક લાંબી પોસ્ટ કરતાં અક્ષયે કહ્યું કે આ તેના માટે સરળ ન હતું અને તેણે દરેકને તેની પ્રાઈવસીનું સન્માન કરવા અપીલ કરી છે. એક્ટરે પોસ્ટ શેર કરી
એક્ટરે લખ્યું કે, દરેકને નમસ્કાર, દિલ પર પથ્થર રાખીને હું એક અપડેટ શેર કરવા માંગુ છું. ઘણા વિચાર અને ચર્ચા પછી, મેં અને દિવ્યાએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા બંને માટે આ મુશ્કેલ નિર્ણય રહ્યો છે. દિવ્યા મારા જીવનનો એક ખાસ હિસ્સો છે અને અમે જે પ્રેમ, હાસ્ય અને યાદો શેર કરી છે તે મારા માટે હંમેશા અમૂલ્ય રહેશે. અમારી સૌથી મોટી ભેટ – અમારી પુત્રી, રુહી – જે હંમેશા અમારી દુનિયા રહેશે. અમારી દીકરીને સાથે ઉછેરીશું
અક્ષય ખારોડિયાએ તેમની પુત્રી વિશે આગળ વાત કરતાં કહ્યું, અમે આ પગલું ભરીએ છીએ પણ રૂહી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. તેને માતા-પિતા બંનેનો પ્રેમ, સંભાળ અને સમર્થન હંમેશા મળશે. તેણે આગળ લખ્યું, અમારા પરિવાર માટે આ મુશ્કેલ ક્ષણ છે અને અમે આ પડકારજનક સમયનો સામનો કરવા માટે તમારી સમજણ, દયા અને ગોપનીયતાની માગ કરી રહ્યા છીએ. કૃપા કરીને અમને અલગ થવાની આ ક્ષણ માટે નહીં, પરંતુ અમે એકવાર શેર કરેલા પ્રેમ અને ખુશી માટે યાદ રાખો. સમર્થન અને કરુણા સાથે ઉભા રહેવા બદલ આભાર. ‘પંડ્યા સ્ટોર’માં કર્યું છે કામ
અક્ષય ખરોડિયાએ 2021માં દિવ્યા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ એપ્રિલ 2022માં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો અક્ષય ખરોડિયા ‘પંડ્યા સ્ટોર’ શો પછી ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments