back to top
Homeમનોરંજનએક્ટર શરદ કપૂર પર યૌન શોષણનો કેસ:યુવતીએ કહ્યું- 'ઓફિસના બહાને ઘરે બોલાવી,...

એક્ટર શરદ કપૂર પર યૌન શોષણનો કેસ:યુવતીએ કહ્યું- ‘ઓફિસના બહાને ઘરે બોલાવી, ‘નગ્ન અવસ્થામાં બાહોપાશમાં જકડવાની કોશિશ કરી’

‘તમન્ના’, ‘દસ્તક’, ‘ત્રિશક્તિ’, ‘જોશ’ અને ‘ઉસકી ટોપી ઉસકે સર’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. યુવતીનો આરોપ છે કે અભિનેતાએ તેને તેની ઓફિસના બહાને ઘરે બોલાવી અને પછી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. યુવતીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે અભિનેતા તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. પીડિત યુવતીનો આરોપ છે કે તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. આ પછી બંનેની મુલાકાત વીડિયો કોલ દ્વારા થઈ હતી. શરદે તેને કહ્યું કે તે શૂટિંગ વિશે વાત કરવા તેને મળવા માગે છે. આ પછી તેણે ફોન દ્વારા તેનું લોકેશન મોકલ્યું અને ખારમાં ઓફિસ આવવા કહ્યું. પરંતુ ત્યાં જઈને ખબર પડી કે આ તેની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે. બેડરૂમમાં બોલાવી
યુવતીનું કહેવું છે કે જ્યારે તે ખારમાં બિલ્ડિંગના ત્રીજા માળે શરદના ઘરે પહોંચી ત્યારે શરદ રસોડામાંથી બેડરૂમમાં ગયો હતો. થોડી વાર પછી શરદે તેને ફોન કરીને બેડરૂમમાં બોલાવી. દૂર ધકેલ્યો અને બચવા ભાગી ગઈ
જ્યારે તે બેડરૂમના દરવાજે ગઈ તો તેણે જોયું કે શરદ ત્યાં કપડાં વગર બેઠો હતો અને આવી સ્થિતિમાં યુવતીએ તેને કપડાં પહેર્યા પછી વાત કરવાનું કહ્યું. શરદે યુવતીનેને પોતાની બહોપાશમાં લેવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અભદ્ર રીતે પકડી. આવી સ્થિતિમાં યુવતીએ શરદને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ. જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધાયો
યુવતી એક એક્ટ્રેસ અને પ્રોડ્યુસર છે. શરદ કપૂરની આ હરકતો બાદ તેણે પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે. શરદ કપૂર પર ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 74 (મહિલાના શીલ ભંગ માટે બળપ્રયોગ કરવો), કલમ 75 (મહિલાની મરજી વિરુદ્ધ તેની શારીરિક અને ભાવનાત્મક રીતે સતામણી કરવી), અને કલમ 79 (સ્ત્રીની ગરિમાને ભંગ કરવાના ઇરાદે બોલવામાં આવેલા શબ્દો અને ઈશારાઓ અને કાર્ય) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments